અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
22 એપ્રિલ 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સે 23મી એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું આયોજન કરવામાં આવ્યું છે.
“ટેક્સટાઈલ ઇન્ટરેક્ટિવ મીટ”માં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત 25 જેટલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોશિયેશનોના અગ્રણીઓ શ્રીમતી દર્શનાબેન જરદોશ, માનનીય કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી, શ્રી જગદીશ પંચાલ, માનનીય ઉદ્યોગ મંત્રી, ગુજરાત સરકાર, રૂપ રાશિ મહાપાત્રા IAS, ટેક્સટાઇલ કમિશનર, ભારત સરકાર અને ડૉ. રાહુલ ગુપ્તા IAS, ઉદ્યોગ કમિશનર, ગુજરાત સરકાર સાથે વાર્તાલાપ કરશે. આ કોન્ક્લેવનો હેતુ સરકાર અને ઉદ્યોગો વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વર્તમાન બાબતો/FTA/વૃદ્ધિ યોજના જેવા વિષયો પર ચર્ચા દ્વારા કાપડ ઉદ્યોગને વધુ વેગ આપવા માટે ઉત્પાદકોના પ્રશ્નોના ઉકેલો સુચવી અર્થપૂર્ણ સંવાદ સ્થાપિત કરવાનો છે. આ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ટીમ દ્વારા પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય સંગઠનોના ઇનપુટ્સ સાથે એક વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે અને તે માનનીય મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓને રજૂ કરવામાં આવશે.
ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેક્સટાઇલ ઉદ્યોગના કેટલાક ટાઈટન્સ તેમના બિઝનેસ ગ્રુપની સફળતાની સ્ટોરી પણ શ્રોતાઓને સંભળાવશે. સમગ્ર દેશમાંથી જિનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસ હાઉસ, ગારમેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા વર્ટિકલ્સમાંથી 700 જેટલા સહભાગીઓ આ કોન્ક્લેવમાં જોડાશે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #textileleadershipconclave2022 #ahmedabad