અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
19 એપ્રિલ 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સેન્ટર ફોર લર્નિંગના નેજા હેઠળ પ્રથમવાર તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. ‘ટેક્ષટાઈલ એટ એ ગ્લાન્સ’ નામનો કોર્સ ATIRA સાથે ભાગીદારીમાં યોજવામાં આવ્યો હતો અને સમગ્ર ટેક્સટાઈલ ઉદ્યોગ ની ઝાંખી આપવામાં આવી હતી.
સર્ટિફિકેટ કોર્સમાં 12 ક્લાસરૂમ સત્રો હતા, જેમાં જીનીંગ, સ્પિનિંગ, નિટીંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, હોમ ટેક્સટાઇલ અને ગુણવત્તા નિયંત્રણ જેવા વિવિધ વિષયો પર 24 કલાકનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.
ક્લાસરૂમના સત્રોને ઉદ્યોગ અને સંસ્થાકીય મુલાકાતો જેમ કે, પશુપતિ, ACME, અરવિંદ, ATIRA અને NIFT દ્વારા પૂરક બનાવવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓને વ્યવસાય અને શૈક્ષણિક બંનેના વ્યવહારુ સ્વરૂપને સમજવામાં અને તેનું અવલોકન કરવામાં મદદ મળી શકે. 40 જેટલા સહભાગીઓ કોર્સનો ભાગ લીધો હતો અને તેમાંથી મોટાભાગના યુવા ટેક્સટાઈલ ઉદ્યોગસાહસિકો, એક્ઝિક્યુટિવ્સ, વેપારીઓ, દલાલો, સલાહકારો અને વિદ્યાર્થીઓ હતા.
વેલસ્પનના ડાયરેક્ટર શ્રી એ.કે. જોશી દ્વારા અંતિમ વ્યાખ્યાનનું સંચાલન કરવામાં આવ્યું હતું.
અને આશિમા ખાતેના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ શ્રી શ્રીકાંત પરીક દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું.
સેન્ટર ઑફ લર્નિંગ આવનારા સમયમાં આવા ઉદ્યોગ સંબંધિત ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અભ્યાસક્રમોનું આયોજન કરવાનું ચાલુ રાખશે.