નીતા લીંબાચીયા, અમદાવાદ
03 એપ્રિલ 2022:
GCCI એ GUVNL દ્વારા પાવર સ્ટેગરીંગ અંગેના આકસ્મિક નિર્ણયને કારણે ઉદ્યોગોને પડી રહેલ મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી.
અમને જણાવતા આનંદ થાય છે કે, GCCI આ સંદર્ભમાં સતત ફોલો-અપ દ્વારા GUVNL તરફથી હકારાત્મક સ્પષ્ટતા મેળવવામાં સફળતા મળી છે. GUVNL એ સ્પષ્ટતા કરી છે કે આ પાવર સ્ટેગરીંગ વૈકલ્પિક છે. અને કોઈ પણ ઉદ્યોગને પાવર સ્ટેગરીંગના સૂચિત દિવસે ફરજીયાત બંધ કરવાની ફરજ પાડવામાં આવશે નહીં. GUVNL દ્વારા કરવામાં આવેલ આ સ્પષ્ટતા ઉદ્યોગો માટે રાહતરૂપ બનશે અને ખાસ કરીને સતત ઉત્પાદન પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગોને તેમના અસ્તિત્વના જોખમમાંથી બચાવશે.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગુજરાત સરકાર અને GUVNL દ્વારા કરવામાં આવેલ વિનંતીના અનુસંધાને અમે અમારા સભ્યો તેમજ રિજનલ ચેમ્બરના સભ્યોને અપીલ કરી છે કે તેઓ GUVNL દ્વારા સ્ટેગરીંગ માટે સૂચિત કરેલ દિવસે તેમનું સાપ્તાહિક શટડાઉન રાખે, જેથી કરીને વીજ ઉત્પાદન લોડ સમાનરૂપે વિતરિત કરી શકાય અને યોગ્ય રીતે જાળવી શકાય.