નીતા લીંબાચીયા, અમદાવાદ
08 એપ્રિલ 2022:
સમયની સાથે અમદાવાદ પણ યુનિક ફેશન કલોથ્સ અને જવેલરીની માંગ તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે દરેક સ્ત્રીને પોતાના વસ્ત્રો અને ઘરેણાં બીજા કરતા કંઈક યુનિક અને કંઈક અલગ પહેરવા ગમે છે. દરેક સ્ત્રીની જરૂરિયાતને એક જ જગ્યાએથી મળી રહે તે હેતુથી ફ્રેંડ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સમગ્ર ભારતમાંથી એક્ઝિબીટરો પોતાની વિવિધ એક્સપટાઈઝ સાથે જોડાયા છે. આ એક્ઝિબિશન નું આયોજન સીંધુંભવન હોલ ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ ના રોજ કરવામાં આવ્યું છે. જે ચાર મિત્રો નીતા થરવાણી, દીપશિખા સોની, વિનીતા પટેલ, નાયિકા અગ્રવાલ દ્વારા થયેલ છે.
આ પ્રસંગે આયોજક શ્રીમતી નાયિકા અગ્રાવલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આ ત્રણ દિવસીય એક્ઝિબિશનમાં ડિઝાઈનર જવેલરી, ડેકોર, એપેરેલ તેમજ ગિફ્ટની વિવિધ ચિઝ વસ્તુઓ ઉપલબ્ધ છે. કુલ ૭૪ સ્ટોલ સાથે આ એક્ઝિબિશનું આયોજન કરેલ છે. જેતપુર, અમદાવાદ, રાજસ્થાન, કોલકાતા, બિહાર સાથે સમગ્ર ભારતમાંથી દરેકની વેરાયટી એક જ સ્થળે જોવા મળી રહે છે.
#bharatmirror #bharatmirror21 #news #friendsexhibition #nayakaagarwal #ahmedabad