અમદાવાદ અને ઉત્તર ગુજરાતના આયશર ટ્રક અને બસ ગ્રાહકોને સેવા પ્રદાન કરશે.
પ્રગતિશીલ ગુજરાતમાં ઉપસ્થિતિ વિસ્તારી
નીતા લીંબાચીયા, અમદાવાદ
19 એપ્રિલ 2022:
વીઇ કમર્શિયલ વિહિકલ્સના બિઝનેસ યુનિટ આયશર ટ્રક્સ એન્ડ બસીઝે ગુજરાતના અમદાવાદમાં બ્રાન્ડ ન્યુ આયશર 3એસ (સેલ્સ, સર્વિસ એન્ડ સ્પેર્સ) ડીલરશીપ સુવિધા સ્ટેલર કમર્શિયલ વિહિકલ્સ પ્રાઇવેટ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું છે.સ્ટેલરકોમર્શિયલનામેનેજિંગડિરેક્ટરશ્રીકમલેશત્રિપાઠીનીહાજરીમાંવીઇસીવીનાએમડીઅનેસીઇઓશ્રીવિનોદઅગ્રવાલેદ્વારાઆડીલરશીપનુંઉદ્ઘાટનકરવામાંઆવ્યુંહતું.
આ 2 એકર વિસ્તારમાં ફેલાયેલી સુવિધામાં આયશરની નેક્સ્ટ-જેનસીવી વિહિકલ્સની વિશાળ શ્રેણીને વિશેષ પ્રકારે પ્રદર્શિત કરવામાં આવી છે તથા તે સંપૂર્ણપણે સુસજ્જ મલ્ટી-બે વર્કશોપ અને સ્પેર પાર્ટ્સ સેન્ટર પણ છે. આ ડીલરશીપ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના ગ્રાહકોને સેવા પ્રદાન કરવા માટે વ્યૂહાત્મક સ્થળે આવેલી છે તેમજ ઇ-કોમર્સ, માર્કેટ લોડ, મિલ્ક ટેન્કર્સ અને એગ્રીગેટ ટ્રાન્સપોર્ટમાં કામગીરી ધરાવાત ગ્રાહકોની જરૂરિયાતને પૂર્ણ કરે છે.
આ પ્રસંગે સંબોધન કરતાં વીઇસીવીના એમડી અને સીઇઓ શ્રી વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમદાવાદ મુખ્ય આર્થિક કેન્દ્ર હોવાની સાથે ગુજરાત અમારા માટે મહત્વપૂર્ણ પ્રદેશ છે. આજે સ્ટેલ કમર્શિયલ વિહિકલ્સ પ્રાઇવેટ લિમિટેડનું ઉદ્ઘાટન ફ્લીટ પ્રોડક્ટિવિટી અને અપટાઇમ સુધારવાની અમારી કટીબદ્ધતાને પ્રદર્શિત કરે છે, જેનાથી આયશર ટ્રક્સ અને બસ ગ્રાહકોને સારું વળતર અને નફાકારકતા મળી રહે છે. આ આધુનિક ડીલરશીપ પ્રદેશના ગ્રાહકોને ઉન્નત સેવાઓ પ્રદાન કરવામાં અમને મદદરૂપ બનશે.”
આ નવી સુવિધા ગુજરાતમાં આયશરના વિશાળ ડીલર નેટવર્કમાં ઉમેરો કરશે તથા પ્રદેશમાં આયશરના ટ્રક અને બસ ગ્રાહકોના સર્વિસ અનુભવમાં વધારો કરશે. અમારી નવી ડીલરશીપ પ્રદેશમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે સર્જાતી માગને પૂર્ણ કરવામાં મદદ કરશે. “આયશર માટે ‘કસ્ટમર ફર્સ્ટ’ અભિગમ મુખ્ય ચાલકબળ રહ્યું છે અને અમારી આધુનિક ડીલરશીપ્સ કેન્દ્રિય સિસ્ટમ સાથે જોડાયેલી છે, જેનાથી ઉચ્ચ સ્તરીય સર્વિસના ધોરણો સુનિશ્ચિત કરવાની સાથે વિશેષ સાધનો, ડિજિટાઇઝ્ડ પ્રક્રિયા, વિશાળ સ્પેર પાર્ટ્સ ઇન્વેન્ટરી અને આયરશરના તાલીમબદ્ધ ટેકનીશીયન્સ 24×7 બ્રેકડાઉન અને સર્વિસ સપોર્ટ પ્કદાન કરે છે,” તેમ વીઇસીવીના એસવીપી કસ્ટમર સર્વિસ રમેશ રાજગોપાલને જણાવ્યું હતું.
આ ઉપરાંત 100 ટકા આયશર ટ્રક અને બસ અદ્યતન ટેલીમેટિક્સથી સજ્જ છે તેમજ અપટાઇમ સેન્ટર સાથે કનેક્ટેડ છે, જેથી જીએસ સક્ષમ ઓન-રોડ સર્વિસ વેન, રિમોટ ડાયગ્નોસિસથી લઇને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ અને ડાયલ-અ-પાર્ટ સર્વિસ જેવી સંખ્યાબંધ ઇનોવેટિવ સર્વિસસ મળી રહે છે. મોટાભાગની ડીલરશીપ અપટાઇમ સર્ટિફાઇડ છે ત્યારે તેઓ ગ્રાહકોને સંતોષકારક અનુભવ અને મહત્તમ અપટાઇમ સુનિશ્ચિત કરશે.
આયશર 4.9 ટન જીવીડબલ્યુ ટ્રકથી લઇને 12-72 સીટર બસ સુધીની પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ પ્રોડક્ટ્સનું નિર્માણ આયશરની ખૂબજ ઇનોવેટિવ બીએસ6 સોલ્યુશન – ઇયુટેક6 ખાતે થાય છે, જે વિશ્વસનીય એન્જિન ટેક્નોલોજી અને તેના વર્ગમાં બેજોડ ઇંધણ કાર્યક્ષમતા ઓફર કરે છે. આયશર અદ્યતન ટેલીમેટિક્સ સાથે વાહનોની 100 ટકા કનેક્ટેડ શ્રેણી રજૂ કરનાર પ્રથમ કંપની છે. તેની પ્રોડક્ટ્સ ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ અપટાઇમ સેન્ટરથી સજ્જ છે તેમજ સેગમેન્ટ-કેન્દ્રિત લાભો જેમકે ઇ-કોમર્સમાં બેજોડ લોજીસ્ટિકલ કાર્યક્ષમતા, કન્સ્ટ્રક્શન અને માઇનિંગમાં ઉત્તમ અપટાઇમ તથા બસમાં પેસેન્જર સેફ્ટી જેવાં લાભો આપે છે. ઉદ્યોગમાં કંપની હેવ-ડ્ટી ટ્રકની સૌથી વિશાળ શ્રેણી ધરાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #eicher #ahmedabad