નીતા લીંબાચીયા, અમદાવાદ
15 એપ્રિલ 2022:
બે વર્ષ દેશમાં કોરોના વાયરસ ફેલાયો હતો ત્યારે વિવિધ તહેવાર મોટી સંખ્યામાં બહાર ઉજવે શક્યા નહોતા. ત્યારે આ વખતે બંધારણના સર્જક બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે. “ભારત રત્ન” ડૉ.બાબા સાહેબ આંબેડકરના ૧૩૧માં જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરાયું.
ભારત બંધારણના રચેતા બોધિસત્વ પરમ આદરણીય ડૉ.બી.આર. આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ નિમીત્તે શ્રી સ્વ. મોહનભાઈ જેરામભાઈ રાઠોડના પરિવાર તથા સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ તથા ખાદી ગ્રામ પ્રયોગ સમિતિ ટ્રસ્ટના સહયોગથી ગાંધી આશ્રમ સ્થિત “પ્રયોગા સમિતી” માં ભવ્થી અતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નિમિત્તે 151 કિલો ની 15×4 ફૂટ ની કેક કટીંગ કરવામાં આવી હતી. અને પાવનભાઈ સોલંકી ના હસ્તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો હતો. આ સાથે ડૉ.બાબાસાહેબની જીવનચરિત્ર ઉપર વકતવ્ય પણ યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વક્તવ્યની અંદર આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન ચરિત્રને લઈને વાત કરવામાં આવી હતી.
બાબાસાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ.બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા. ત્યારે આજે તેમની જન્મજયંતી ને લઈને આ ઉજવણી કરવામાં આવી હતી.