નીતા લીંબાચીયા, અમદાવાદ
13 એપ્રિલ 2022:
નવા યુગની ટેક્નોલોજી સક્ષમ હેલ્થકેર ડિલિવરી કંપની ક્લાઉડફિઝિશિયને સમગ્ર ભારતમાં હોસ્પિટલ્સમાં આઇસીયુ દર્દીઓના સંચાલન માટે સ્માર્ટ-આઇસીયુ પ્લેટફોર્મ વિકસાવ્યું અને તૈનાત કર્યું છે. ઉચ્ચ પ્રશિક્ષિત ક્લાઉડફિઝિશિયન ઇન્ટેન્સિવિસ્ટ બેંગ્લોરમાં કેર સેન્ટર મુખ્યાલયમાંથી 24X7 આઇસીયુ દર્દીઓનું સંચાલન કરે છે. સર્વિસ તરીકે આ હેલ્થકેર પ્લેટફોર્મની શરૂઆત ડો.ધ્રુવ જોશી અને ડો.દિલિપ રમન દ્વારા કરવામાં આવી હતી. આ બંન્ને ક્રિટિકલ કેર ડોક્ટર્સ અને પલ્મોનોલોજીસ્ટ છે, જેઓ ભારતમાં કંપનીની સ્થાપના માટે પરત ફરતાં પહેલાં યુએસએ, ઓહાયોમાં ક્લીવલેન્ડ ક્લિનિકમાં કામ કરતાં હતાં.
અમદાવાદમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિનની 28મી વાર્ષિક કોન્ફરન્સ ક્રિટિકેર 2022માં સંબોધન કરતાં ક્લાઉડફિઝિશિયનના સહ-સ્થાપક અને ચીફ ઓફ હેલ્થકેર દિલિપ રમને જણાવ્યું હતું કે, “ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે હેલ્થકેરને ઉન્નત બનાવી શકાય તે વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં ભારત પ્રમુખ બની શકે છે. ભારતની વિશાળ ભૂગોળને જોતાં કોઇપણ સ્થળે આઇસીયુમાં દાખલ સૌથી ગંભીર દર્દીઓને સારી સેવા સાથે સાજા થવામાં મદદરૂપ બની શકે તેવાં ટેક્નોલોજી સોલ્યુશન્સ આપણે શોધવા જરૂરી છે. ક્લાઉડફિઝિશિયને સમગ્ર ભારતમાં 70 હોસ્પિટલ્સમાં આઇસીયુનું સંચાલન કર્યું છે તથા દેશભરમાં 35,000થી વધુ ગંભીર દર્દીઓને સેવા પ્રદાન કરી છે, જેના પરિણામે કેર પ્રોટોકોલ્સના ધોરણોનું સર્વોચ્ચ પાલન કરતાં દર્દીઓમાં નોંધપાત્ર સુધારો તથા મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
ક્રિટિકેરના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો.અરિન્દમ કારે જણાવ્યું હતું કે, “ભારતમાં પ્રતિ એક લાખ લોકો સામે અંદાજે માત્ર 2.3 બેડના ક્રિટિકલ કેર સ્રોતો છે. તેના સંદર્ભમાં જર્મની અને કેનેડામાં પ્રતિ એક લાખ લોકોની વસતી સામે આ સંખ્યા અનુક્રમે 29.2 અને 12.9 બેડ છે. આઇસીયુ અને આઇસુયી ડોક્ટર્સની મોટી જરૂરિયાત છે. ટેક્નોલોજી મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે – તે આ ખાઇ પૂર્ણ કરવામાં ઉપયોગી થઇ શકે છે. દરેક હોસ્પિટલે સુસંગત રહેવા માટે ટેક્નોલોજીને સાંકળવી જ પડશે.