• સમાજ એ જરૂરિયાત માટેનું સાધન નથી પરંતુ સ્વમાનથી જીવવા માટેનું હથિયાર છે. તેમજ તેને ધારદાર રાખવુ એ યુવાનો ની જવાબદારી છે.
• સમાજના યુવાનોનું આર્થિક અને સામાજિક વિકાસની સાથે-સાથે રાજકીય પ્રતિનિધિત્વ જરૂરી
• યુવાનોના રોજગારી માટે બ્રહ્મસમાજ જરૂરી સહયોગ અને માર્ગદર્શન પ્રદાન કરશે
નીતા લીંબાચીયા, અમદાવાદ, 02 એપ્રિલ, 2022:

ભારતના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસમાં બ્રહ્મસમાજના યોગદાનમાં ઉમેરો કરવા, સમાજનું પ્રતિનિધિત્વ વધારવા તથા સમાજના યુવાન-યુવતીઓ માટે નવી તકોનું સર્જન કરવા, તેમના સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરી હતી.
સમાજના વિકાસને રાહ ચિંધવા તથા યુવાનોને મજબૂત પ્રતિનિધિત્વ પ્રદાન કરવા વર્ષો થી નિસ્વાર્થ ભાવે કોઇપણ જાત ના ડોનેશન સંસ્થા કે પદ વગર વ્યક્તિગત રીતે સામાજીક સેવા કરનાર લોકપ્રિય યુવાન માલવભાઇ પંડિત ની સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ના પ્રદેશ પ્રમુખ ભરતભાઈ રાવલ અને મહામંત્રી અમીતભાઇ દવે દ્રારા પ્રદેશ યુવા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવા મા આવી.

આ પ્રસંગે માલવભાઇ પંડિતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “બ્રહ્મસમાજના કલ્યાણ અને ઉત્કર્ષમાં યોગદાન આપવા માટે મને સોંપાયેલી મહત્વપૂર્ણ જવાબદારી બદલ હું તમામ હોદ્દેદારો અને સદસ્યોનો આભાર વ્યક્ત કરું છું. પોતાના સમાજ ને લગતી સાથે અન્ય સામાજીક સેવા બાબતો તેમજ સ્વાસ્થ્ય, શિક્ષણ તથા રોજગારી લક્ષી આયોજનો ભવિષ્ય મા કરવા મા આવશે તેની રુપ રેખા જણાવી તથા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ની યુવા પાંખ દ્રારા ગામે ગામ યુવા હોદેદારો ની નીમણુક પરશુરામ દાદા ની સપ્તાહીક આરતી તેમજ સમાજ ના યુવાનો નુ શક્તિ સંમેલન જેવા સમાજ એકતા ના કાર્ય કરવા મા આવશે તે અંગે ની જાણકારી આપી હતી. મુખ્ય આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડો. યજ્ઞેશ દવે સાથે ચર્ચા વિચારણા કરી આગામી કાર્યક્રમો કરવામાં આવશે
બ્રહ્મસમાજના સામાજિક અને આર્થિક યોગદાનની સાથે-સાથે રાજ્યમાં સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બને તેના માટે આગામી સમયમાં સમાજને એક કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

રાજ્યમાં બ્રહ્મસમાજની સંખ્યા અને ટકાવારીને જોતાં હાલમાં રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ ખૂબજ ઓછું છે ત્યારે ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષમાં રહેલા બ્રાહ્મણ ઉમેદવારોને ટીકીટ આપવામાં આવે તેના માટે રણનીતિ ઘડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બ્રહ્મસમાજ દ્વારા નિયમિત ધોરણે વિવિધ કલ્યાણકારી પહેલ કરવામાં આવે છે, જેમાં વિનામૂલ્યે રોગ નિદાન કેમ્પ, બિઝનેસ સમીટ, બ્રહ્મ ગૌરવ એવોર્ડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે સાથે પરશુરામ જયંતિ નિમિતે 3 મે ના રોજ ટાગોર હોલ ખાતે ભવ્ય ડાયરાનું આયોજન તથા આવતા મહિને ક્રિકેટ ટુર્નામેન્ટ નું પણ આયોજન કરાઈ રહ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #bramsamaj #ahmedabad
