નીતા લીંબાચીયા, અમદાવાદ
15 એપ્રિલ 2022:
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (માતૃસંસ્થા) મહિલાપાંખ દ્વારા ૧૪ એપ્રિલ ૨૦૨૨ “માં રાંદલના તેડાં” શ્રીમતી ધારિણીબેન અનિલકુમાર શુક્લ એજ્યુકેશન કેમ્પસ, ડી.એ.ડીગ્રી એન્ડ ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજ, સિદ્ધિ વિનાયક મંદિર રોડ, ખાત્રજ ચોકડી, મહેમદાવાદ ખાતે ઉત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યેક્રમ દરમિયાન ૪૦૦થી વધુ મહિલાઓએ રાંદલમાંની પૂજા કરી ગરબાનું પણ આયોજન કર્યું હતું. રન્ના દે (સૂર્યની તેજસ્વિતા) દરેક નારીને બળ આપે. વીર પ્રજાના નવીન અભ્યુદયની એ પ્રેરક શક્તિ બને અને ભાવિ પ્રજાને સમર્થ બનાવે. દેવ, દેશ અને ધર્મની રક્ષક એવી ભાવથી “માં રાંદલના તેડાં” ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષશ્રી પરમ પૂજ્ય આચાર્ય ઘનશ્યામજી મહારાજ (મા.ભુવનેશ્વરી શક્તિ પીઠ, ગોંડલ), શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત (ટ્રસ્ટીશ્રી સિદ્ધિવિનાયક મંદિર, મહેમદાવાદ), મુખ્ય મહેમાન તરીકે શ્રી પીનાકીનભાઈ રાવલ (પ્રમુખ: શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ), શ્રી અમિતભાઇ ઠાકર (પ્રભારી: આણંદ જિલ્લો ભાજપ), શ્રી અનિલભાઈ શુક્લ (મહામંત્રી: શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ), શ્રી કશ્યપભાઈ જાની (યુવા પ્રમુખ: શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ), મહેશભાઈ મેહતા (પૂર્વ પ્રમુખ: શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ), શ્રી મૌલેષભાઈ મેહતા (પ્રમુખશ્રી: શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, ખેડા જિલ્લો), શ્રીમતી ભાવનાબેન દવે (પૂર્વ મેયર: AMC પૂર્વ સાંસદ, સુરેન્દ્રનગર જિલ્લો), શ્રીમતી ડૉ.અમીબેન ઉપાધ્યાય (કુલપતિ, આંબેડકર યુનિવર્સીટી), શ્રીમતી જહાન્વિબેન વ્યાસ ( પ્રદેશ મંત્રી: ભાજપ), શ્રીમતી સ્મિતાબેન આર. રાવલ (સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા, આરોગ્ય સમિતિના ચેરમેન), શ્રીમતી રીનાબેન પંડ્યા ( પ્રમુખ નગરપાલિકા, વિરમગામ) કાર્યેક્રમમા હાજર રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #bhramsamj #matrusanstha #ahmedabad