લંગ ટ્રાન્સપ્લાન્ટમાં થયેલી પ્રગતિ વિશે નિષ્ણાતો સાથે વાત
નીતા લીંબાચીયા, અમદાવાદ
07 એપ્રિલ 2022:
સમગ્ર દેશના લોકોને અદ્યતન સારવાર પ્રદાન કરવાની અપોલોની પહેલના ભાગરૂપે ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ્સ, નવી દિલ્હીએ હોટેલ ફેરફિલ્ડ બાય મેરિઓટમાં અમદાવાદના હેલ્થકેર સમુદાય સાથે ચર્ચા કરી. ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ્સના લંગ ટ્રાન્સપ્લાન્ટ અને કોવિડ ટીમના લીડ, સીનિયર કન્સલ્ટન્ટ અને પલ્મોનોલોજી, ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિન વિભાગના સલાહકાર ડૉ.એમ.એસ કંવરએ ભારતમાં ઉપલબ્ધ અદ્યતન સારવાર પદ્ધતિઓ સાથે ફેંફસાના રોગોની જટિલતાઓ વિશે વાત કરી હતી.
સંબોધન કરતાં ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ્સના લંગ ટ્રાન્સપ્લાન્ટ અને કોવિડ ટીમના લીડ, સીનિયર કન્સલ્ટન્ટ અને પલ્મોનોલોજી, ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિન વિભાગના સલાહકાર ડૉ.એમ.એસ. કંવરે કહ્યું હતું કે, “ફેંફસાનું ટ્રાન્સપ્લાન્ટ (લંગ ટ્રાન્સપ્લાન્ટ) સર્જરી હોવાની સાથે આઇપીએફ, સીઓપીડી, એમ્ફીસેમા, કોવિડ ફાઇબ્રોસિસ, પલ્મોનરી હાયપરટેન્શન અને અન્ય ઘણા ફેંફસાના અંતિમ તબક્કાના રોગોના દર્દીઓના સઘન પ્રી-લંગ ટ્રાન્સપ્લાન્ટ વર્ક અપ અને મહત્તમ સ્થિરતા સાથે પ્રક્રિયાની શરૂઆત છે. તેમાં ફેંફસા અને સાધારણ પુનર્ગઠન, મહત્તમ ઓક્સિજન થેરપી અને પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન, ઇસીએમઓ વગેરે કામગીરી પણ સંકળાયેલી છે. લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી જટિલ છે, અને એટલે તાત્કાલિક અને ઓપરેશન પછી લાંબા ગાળાની સારવારની જરૂર છે. વિકસિત દેશોમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રચલિત છે, જ્યાં દાયકાઓથી લંગ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. આ ટ્રાન્સપ્લાન્ટ હવે ભારતમાં પણ વિકસિત દેશો જેવા જ પરિણામો સાથે થાય છે. અન્ય દેશોમાંથી કેટલાંક આંતરરાષ્ટ્રીય દર્દીઓ ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ્સમાં અમારી સારવાર હેઠળ છે અથવા લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે નવી દિલ્હીમાં અમારી હોસ્પિટલમાં સ્થિર થવા અને ટ્રાન્સફર થવા ઇચ્છે છે, જેમાં મોટા ભાગના કેસોમાં ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ કિડની, લીવર અને બોન મેરો માટે અગ્રણી ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે. તથા હૃદયનું પ્રત્યારોપણ પણ કરે છે.” ડૉ. કંવરના જણાવ્યા મુજબ, પ્રોગ્રામમાં ચીફ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન આશરે 170 લંગ અને હાર્ટ-લંગ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવાનો અનુભવ ધરાવે છે. તથા અમને મજબૂત લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ માટે આવશ્યક ઘટક તરીકે એક ઉત્કૃષ્ટ માળખાગત સુવિધા અને મહત્વપૂર્ણ સારવાર પર ગર્વ છે.
એટલે દર્દીઓએ નિવારણાત્મક હેલ્થ ચેક-અપ્સની દ્રષ્ટિએ પ્રયાસો પડતાં ન મૂકવા જોઈએ. અત્યારે ભારતમાં સૌથી વધુ જટિલ ફેંફસાના રોગોની સારવાર માટે સારવારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે. આ કારણે દર્દીઓએ કોઈ પણ જટિલ રોગ સાથે નિદાન થવાના ડરને કારણે નિદાનમાં ખચકાટ ટાળવું જોઈએ. વહેલાસર રોગની સારવાર હંમેશા દર્દીની સારવારની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પરિણામો આપે છે.
#bharatmirror #bharatmirror21 #news #apollohospital #dr.m.s.kanvar #ahmedabad