અશ્વિન લીંબાચીયા, આણંદ
09 એપ્રિલ 2022:
૬૦ શાળાઓમાં સ્થાપિત કમ્પ્યુટર લેબ્સ દ્વારા ૧ લાખથી વધુ બાળકો અને યુવાનોને ડિજિટલ સાક્ષરતા અને કૌશલ્ય પ્રદાન કરાશે, ૨૫૦ શિક્ષકોને તાલીમ અપાશે
SAP Indiaઅને અમૂલે આજે નોલેજ ટ્રાન્સફર અને ટેક્નોલોજી ક્ષમતા સ્થાપિત કરવા પર કેન્દ્રીત સંયુક્ત સામુદાયિક પહેલની જાહેરાત કરી હતી જે, બાળકો, યુવાનો, મહિલાઓ તથા ખેડૂતો સહિત ૧૫ લાખ ભારતીયોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન થશે. આ પહેલ સમુદાયની સામાજિક ઉદ્યોગસાહસિકતા, કુશળ કાર્યબળની ઉપલબ્ધિ, ડિજિટલ સમાવેશ તથા જાતિય સમાનતાના તફાવતને દૂર કરવા માટે તૈયાર કરાઈ છે.
આ જોડાણ અંગે બોલતાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે ભારતની આશરે ૬૬ ટકા વસતિ ગ્રામીણ વિસ્તારોમા રહે છે. ભારતમાં ગામડામાં વસતા મોટાભાગના લોકો જીવનયાપન માટે કૃષિ, પશુપાલન અને ડેરી પર આધાર રાખે છે. વર્ષોના નિરીક્ષણ દરમિયાન અમે એ બાબત નોંધી છે કે વિવિધ સરકારો દ્વારા તેમને બહેતર શિક્ષણ, પરિવહન, નાણાકીય સેવાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. સમાવેશક અને સાતત્યપૂર્ણ સામુદાયિક વિકાસના ધ્યેય સાથે અમુલ અને એસએપીએ આ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકો અને શિક્ષકોને ગુણવત્તાયુક્ત ડિજિટલ સાક્ષરતા અને કૌશલ્ય વર્ધન તાલીમ ઉપલબ્ધ બનાવાશે.
#bharatmirror #bharatmirror21 #news #amul #ahmedabad