કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયાની કામગીરી સામે પક્ષના જ સદસ્યોએ પ્રશ્નો કર્યાં
અશ્વિન લીંબાચીયા,
અમદાવાદ
02 એપ્રિલ 2022:
આમ આદમી પાર્ટી બંધારણ રક્ષક સમિતિ – ગુજરાત પ્રદેશના તમામ હોદ્દેદારો વતી તેઓને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ભુતપુર્વ અધ્યક્ષ કિશોરભાઈ દેસાઇ તેમજ વર્તમાન અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને દિલ્હીમા બેઠેલા આકાઓ ધ્વારા થયેલ અન્યાય અને વિશ્વાસઘાત અંગે ચર્ચા કરવામાં આવી, જેમા “રાજનીતિ કરવા નહિ પરંતુ બદલવા આવ્યા છે” ના આમ આદમી પાર્ટીના પોકળ દાવાને ખુલ્લો પાડતી સ્ફોટક બાબતો પાર્ટીના જ બંધારણ રક્ષક સમિતિ – ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ધ્વારા જાહેર કરાઇ હતી.
આમ આદમી પાર્ટી બંધારણ રક્ષક સમિતિ – ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને હાલ મહેસાણા જિલ્લાના વતની હસમુખભાઈ પટેલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપર સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે આમ આદમી પાર્ટીના બંધારણના રચયતા અરવિંદ કેજરીવાલ ખુદ આમ આદમી પાર્ટીના બંધારણમા મનમાની રીતે મનસ્વીભર્યા સુધારા કરીને રાષ્ટ્રીય સંયોજકની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રીની બેવડી જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓએ તો ત્યાં સુધી આશંકા વ્યક્ત કરી કે જૉ કેજરીવાલ પોતાની જ પાર્ટીના બંધારણની રક્ષા ના કરી શકે અને જરૂર પડે તેમા પોતાના હિત અને સ્વાર્થ માટે સુધારા વધારા કરી શકે તો દેશના બંધારણની શુ રક્ષા કરી શક્શે ?
તેઓએ આમ આદમી પાર્ટીના ભુતપુર્વ અધ્યક્ષ કિશોરભાઈ દેસાઇ ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે તેઓનો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અન્ય પદાધિકારીઓ ઉપર કોઇ જ પ્રકારનો અંકુશ નથી અને ગુજરાત રાજયના રાજકારણમા બદલાવ લાવવા ઇચ્છતા નવયુવાનોને તેઓ જાણે અજાણે ગેરમાર્ગે દોરે છે.
એટલુ જ નહિ પરંતુ આમ આદમી પાર્ટીની ગુજરાત પ્રદેશની તમામ નવનિમણુકને તેઓએ પાર્ટીના બંધારણથી વિરુદ્ધની ગણાવી અને પાયાના જુના કાર્યકરોને કોઇ પણ પ્રકારની કારણદર્શક નોટિસ આપ્યા વગર કરવામા આવતી હકાલપટ્ટી અંગે ભારોભાર રોષ વ્યક્ત કર્યો અને આ હકાલપટ્ટી માટે જૉ આમ આદમી પાર્ટીના ભુતપુર્વ કે વર્તમાન હોદ્દેદારો જૉ કારણો કે ખુલાસા બે દિવસની અંદર ના આપે તો તમામ સામે જરૂર પડે માનહાનીનો દાવો રજુ કરવાની પણ તૈયારી બતાવી.
તેઓએ એમ પણ ઉમેર્યુ કે કેજરીવાલ ગુજરાત રાજ્યની અને દેશની જનતાનો વિશ્વાસ કેળવવા ચૂંટણીપંચ આગળ પાર્ટીના બંધારણને રજુ તો કરે છે. પરંતુ તે બંધારણમા દર્શાવેલા નિયમોને બધા જ હોદ્દેદારો સાથે મળી ઘોળી ને પી જાય છે.
આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયની ભાડાની જગ્યાના પેટે તેઓએ પોતાના બેંક ખાતામાથી ઇ.સી.એસ. પણ ઘણા લાંબા સમયથી કપાવડાવ્યા છે. એવા હસમુખભાઇ પટેલ કેજરીવાલની કાર્યપ્રણાલી ઉપર સીધો પ્રહાર કરતા એવું પુછેલ કે જે લોકપાલ બિલની માંગ ઉપર આમ આદમી પાર્ટી એ દિલ્લીમા સત્તા હાંસલ કરી તે લોકપાલ બિલ હજી સુધી આઠ આઠ વર્ષ વીતી ગયા પછી પણ કેમ બન્યુ નથી.
એક સમયના કેજરીવાલના ખાસ અંગત કુમાર વિશ્વાસની જેમ જ હસમુખભાઇ પણ કેજરીવાલની ઉપર ખાલિસ્તાની હોવાનો આક્ષેપ કર્યો.
તાજેતરમા પંજાબની ચુંટણી જીતેલા કેજરીવાલ ઉપર તેમણે દલિત વિરોધી હોવાનો આક્ષેપ પણ કર્યો. કેમકે ૩૫ % દલિત વોટ ધરાવતા પંજાબમાં કેજરીવાલે રાજયસભાની આઠ માથી એક પણ સીટ આપી નથી.
આમ આદમી પાર્ટી બંધારણ રક્ષક સમિતિ – ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને હાલ બનાસકાંઠાના વતની મનહરદાન ગઢવીએ પણ જણાવ્યુ કે અરવિંદ કેજરીવાલે બનાવેલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના બંધારણ મુજબ ગુજરાતની પ્રદેશ ટીમ ચાલી રહી નથી. તેઓએ આક્રોશ સાથે જણાવ્યુ કે રુપિયાના જોરે આવતા નવા સભ્યોને ગુજરાત પ્રદેશની કારોબારીમા સ્થાન આપવા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરોને કોઇપણ લેખિત ખુલાસો આપ્યા વગર ખદેડવામા આવ્યા છે. તેઓએ આમ આદમી પાર્ટીને અત્યારે ચાર મહાઠગ લોકોથી ચાલતી પાર્ટી ગણાવી છે. જેમા નાના અને જૂના કાર્યકર્તાઓનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે. અત્યંત દુ:ખ સાથે તેમણે જણાવ્યુ કે જે લોકોએ આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર ઓળખ અપાવી છે. એ પાયાના પત્થર સમાન તમામ કાર્યકર્તાઓને અત્યારે સાઇડ લાઇન કરવામાં આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી બંધારણ રક્ષક સમિતિ – ગુજરાત પ્રદેશના અન્ય ઉપાધ્યક્ષ અને હાલ ગાંધીનગરના વતની ગુણવંતભાઈ પટેલે અત્યંત વ્યથિતપણે જણાવ્યુ કે આમ આદમી પાર્ટીના ભુતપુર્વ અધ્યક્ષ કિશોરભાઇ દેસાઇ પાર્ટી અને વર્તમાન હોદ્દેદારોઍ પાર્ટીના પાયાના જુના કાર્યકર્તાઓને આર્થિક રીતે પાયમાલ કરવામા કાઈ બાકી રાખ્યુ નથી.
તેઓએ આક્રોશ સાથે જણાવ્યુ કે ગુજરાત રાજ્યમા આમ આદમી પાર્ટીને ઓળખ અપાવવામા અને પાયામાથી બેઠી કરવામા મે મારા ધંધા રોજગારનો ભોગ આપ્યો
છે. લાખો રુપિયાનો દેવાદાર બન્યો અને અમે પોતે ૨૦૧૨ થી પાર્ટી માટે તન, મન અને ધન નો ભોગ આપ્યા પછી પણ આમ આદમી પાર્ટીના ગંદા આંતરિક રાજકારણનો ભોગ બન્યા છીએ. વારંવાર અમને પાર્ટીના જે તે વોટસએપ ગૃપમા અપમાનિત કરાયા.
આમ આદમી પાર્ટી બંધારણ રક્ષક સમિતિ – ગુજરાત પ્રદેશના પાયાની ઈંટ એવા ખેડા જિલ્લાના પ્રભારી નલીનભાઈ બારોટે પણ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપર માત્ર તેમના સુરત અને ડીસા શહેરના જ અને તેઓના સમાજના જ લોકોને અગ્રિમ હોદ્દા આપવાની વાતે પ્રાધાન્ય આપવાનો આરોપ કર્યો.
અને એમ પણ જણાવ્યુ કે આમ આદમી પાર્ટી માત્ર સુરત મા જ અસ્તિત્વ ધરાવે છે. તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા છાત્રા યુવા સંઘર્ષ સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ હર્ષિલ રોહિતનો જાહેર મંચ ઉપર અભદ્ર ભાષામાં જ્ઞાતિ વિરુદ્ધ બોલી હળહળતું અપમાન કરવા બાબતે રોષ વ્યક્ત કર્યો.
આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ અને અમરેલીના વતની એવા ભરતભાઈ પટોળીયાએ કેજરીવાલને ખેડૂત વિરોધી ગણાવ્યા. તેઓએ કેજરીવાલ ઉપર ખેડુતો માટે ગુજરાત વિધાનસભામા છાસઠ સીટોનો લેખિત વાયદો કરીને ફરી જનારા ધૂર્ત ગણાવ્યા.
અને આમ આદમી પાર્ટીના કિસાન સંઘઠનના ગુજરાત પ્રદેશના પ્રમુખ રવિ પટેલને ખોટી રીતે બરતરફ કર્યાનો આરોપ મુક્યો.
તેઓએ આમ આદમી પાર્ટીના ચાર સભ્યોને મહાઠગ ગણાવ્યા.
૧. ગુલાબસિંહ યાદવ – ગુજરાત પ્રદેશ પ્રભારી
૨. ગોપાલ ઈટાલિયા – ગુજરાત પ્રદેશ અધ્યક્ષ
૩. મનોજ સોરઠીયા – ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ
૪. ભેમાભાઈ ચૌધરી – ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ
તેઓએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના વર્તમાન અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને અન્ય હોદ્દેદારોને આપખુદશાહીના સમર્થક અને મનસ્વીપણે વર્તન કરતા બેજવાબદાર ગણાવ્યા. આણંદ તાલુકા પંચાયત અને આણંદ નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ભુતપૂર્વ સભ્ય શ્રીમતી દિપાવલીબેન ઉપાધ્યાયના ગોપાલ ઈટાલિયાઍ જાહેર્મા કરેલ અપમાન અંગે નારાજગી વ્યક્ત કરી.
આમ આદમી પાર્ટીના દિલ્હી તેમજ ગુજરાત પ્રદેશના અગ્રિમ હોદ્દેદારો તેમની રજુઆત સાંભળવા મુલાકાત આપતા નથી. તેવી અસંખ્ય વાર તેઓએ સોશ્યલ મિડીયાના માધ્યમ અને અન્ય માધ્યમ થી ફરિયાદ કરેલ છે.
બીજી એપ્રિલના રોજ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવે છે, ત્યારે તેઓએ કેજરીવાલને પોતાને થયેલા તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકરોને થયેલા અન્યાય અંગે જાહેરમા ચર્ચા કરવાનો પડકાર ફેક્યો છે.
આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર એવા ઉપરોકત તમામે આમ આદમી પાર્ટીના ભુતપુર્વ અને વર્તમાન ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની સ્વાર્થી અને તક્વાદી નેતાગીરીની નિષ્ઠા અને બદઇરાદા સામે પ્રશ્નાર્થ ચિહ્નો જ નથી મુક્યા, પરંતુ આમ આદમી પાર્ટીની ઇમાનદારીનો બોદો ઢોલ પીટનારી છેતરપિંડીવાળી છેતરામણી રાજનીતિથી પોતાની સાથે થયેલા જાતઅનુભવના આધારે ગુજરાત રાજયની ભોળી જનતાને સાવધ રહેવા અપીલ કરી હતી.
તેમજ આં બધા પાચેય હોદ્દેદારોઍ તેઓને આમ આદમી પાર્ટીના ત્રણ હજાર થી વધુ ફરિયાદી સભ્યોનો ટેકો છે તેવો દાવો કર્યો અને હજુ બીજા કોઇ પણ કાર્યકરને આમ આદમી પાર્ટીના વર્તમાન હોદ્દેદારો અંગે કોઇ પણ પ્રકારની ફરિયાદ હૉય તો ટેલિફોનથી અથવા રુબરુ મળીને સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.