નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૮ માર્ચ ૨૦૨૨:
મિસીસ એન્ડ મિસ્ટર શમીમની અભિનેત્રી સબા કમર બોલીવૂડના અવ્વલ ડાયરેક્ટરો સંજય લીલા ભણસાલી, અનુરાગ બસુ, ઈમ્તિયાઝ અલી અને વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે

~ સીમાપારની આ પ્રતિભાશાળી અભિનેત્રી ભારતમાંથી મળતી સરાહનાથી અચંબિત હોવાનું પણ જણાવે છે ~
ઝિંદગી પર હાલમાં જ લોન્ચ કરવામાં આવેલી ઓરિજિનલ મિસીસ એન્ડ મિસ્ટર શમીમની સબા કમરને સિરીઝમાં નીડર અને કઠોર ઉમાયનાનું પાત્ર ભજવવા માટે ભરપૂર સરાહના પ્રાપ્ત થઈ રહી છે. આ પ્રતિભાશાળી અભિનેત્રીએ સૌપ્રથમ બોલીવૂડમાં હિંદી મિડિયમમાં સ્વ. ઈરફાન ખાન સાથે પદાર્પણ કરીને ભારતીય દર્શકોને મોહિત કર્યા હતા. હિંદી મિડિયમ અને હવે મિસીસ એન્ડ મિસ્ટર શમીમમાં સીમાની આ પાર કામ કરીનેસબા ભવિષ્યમાં તે જેમની સાથે કામ કરવા માગે છે તે બોલીવૂડના અમુક આઈકોનિક ડાયરેક્ટરોનાં નામો જણાવે છે.

સબા કહે છે, “હિંદી મિડિયમ અને હવે મિસીસ એન્ડ મિસ્ટર શમીમ સાથે મને ભારતમાં મારા ચાહકો અને અનુયાયીઓ પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો છે. મારા કામની સરાહના થઈ રહી છે અને તેની યોગ્ય કદર થઈ રહી છે તે જોઈને મને બેહદ ખુશી થાય છે. હિંદી મિડિયમ અજોડ અનુભવ છે, જે હું જીવનભર યાદ રાખીશ. તેણે મને ઘણી રીતે બદલી અને ઘડી છે. હું ઉત્ક્રાંતિ પામતા બોલીવૂડ ઉદ્યોગ પાસે જોઉં છું ત્યારે મને લાગે છે કે શ્રી સંજય લીલા ભણસાલી, અનુરાગ બસુ, ઈમ્તિયાઝ અલી અને વિશાલ ભારદ્વાજ દ્વારા કથિત વાર્તાઓ મારી સાથે વ્યાપક રીતે સુમેળ સાધે છે. ભવિષ્યમાં ઉદ્યોગના આ મારા ચાર મનગમતા ડાયરેક્ટરો જોડે કામ કરવાની ઈચ્છા છે.
ઝિંદગી ઓરિજિનલ મિસીસ એન્ડ મિસ્ટર શમીમ મૈત્રીથી વૃદ્ધાવસ્થા સુધી એકત્ર પ્રવાસ અને તેની વચ્ચે બધી બાબતમાં શુદ્ધ જોડાણની અજોડ પ્રેમકથા છે.
~ ઝિંદગી ઓરિજિનલ મિસીસ એન્ડ મિસ્ટર શમીન ખાસ ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે ~
#bharatmirror #bharatmirror21 #news #ZEE5 #mrs.&mr.shamin #ahmedabad
