નીતા લીંબાચીયા, અમદાવાદ
:31 માર્ચ 2022:
એસ .એસ. સી. બોર્ડ પરીક્ષામાં છેલ્લા દસેક વર્ષથી સ્કુલ શાળાના વિદ્યાર્થીઓ અંધજન મંડળ સંચાલિત મિન્ની કામા સેકન્ડરી/હાયર સેકન્ડરી સ્કૂલ ફોર ધી બ્લાઈન્ડ,વસ્ત્રાપુરના બાળકોની ધોરણ ૧૦ ની પરીક્ષામાં લહીયા તરીકેની ભૂમિકા બજાવી,સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.
કોરોના મહામારી પછી દિવ્યાંગ બાળકોને લહીયા ની કામગીરી માં સાથ આપી,સમાજ સમક્ષ એક ઉમદા ભાવના સાથે પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડયું છે.આ સેવા યજ્ઞ માં સ્કુમ શાળાના આચાર્યા શ્રીમતિ અમીબેન દેસાઈ અને અંધજન મંડળ સંચાલિત મી કામા સેકન્ડરી/ હાયર સેકન્ડરી સ્કુલ ફોર ધી બ્લાઇન્ડના આચાર્ય શ્રી મનુભાઈ ચૌધરી એ સુંદર સંકલન કરી,લહીયા અંગેની મંજૂરી મેળવી,
આ ઉમદા સેવા કાર્યમાં સહયોગ આપી,વિદ્યાર્થીઓને આવી સેવાકીય પ્રવૃત્તિમાં વધુ વિદ્યાર્થી મિત્રો જોડાય તેવી અપીલ કરી.
#bharatmirror #bharatmirror21 #news #write #blindstudent #ahmedabad