વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા એવોર્ડ સમારંભનું ખાસ આયોજન
નીતા લીંબાચીયા, અમદાવાદ, તારીખ ૨31માર્ચ, 2022:
૨૭મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ એક યોગાનુયોગ છે. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા અને એના સાથે મળી વાળુ કરવાનો એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટેનું એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું.
નાટ્ય સમ્રાટ શ્રી પી ખરસાણી દ્વારા પરિકલ્પના પામેલ અને વિશાલાના શ્રી સુરેન્દ્ર સી પટેલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ એવોર્ડ સમારંભ નું આયોજન વિચાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માનનીય ખ્યાતનામ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
૨૭મી માર્ચ ૨૦૨૨ના એવોર્ડ સમારંભમાં જે કલાકારોના સન્માન કરવામાં આવ્યું એમાં રક્ષાબેન નાયક, મહેશભાઈ વૈદ્ય, સિરાજ રંગવાલા, હશમુખભાઈ ભાવસાર, સનત વ્યાસ, શરદભાઈ વ્યાસ, લીલીબેન પટેલ, ફિરોજ ઈરાની, જનાર્દન ત્રિવેદી, અભિષેક શાહ, તર્જનીબેન ભાડલા, જશ ઠક્કર જેવા નામાંકિત
કલાકારો શામેલ હતા. સમારંભમાં ગુજરાતી રંગભૂમિના બહુ જ જાણીતી કલાકાર પદ્મશ્રી મહેશ અને નરેશ ભાઈ કનોડિયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું અને એમના સુપુત્ર , જાણીતા કલાકાર અને ધારા સભ્ય શ્રી હિતુ કનોડિયાએ આ સન્માનને સ્વીકારવા માટે કાર્યક્રમમાં હાજરી આપી હતી.
એમને પોતાના પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે ગુજરાતી રંગમંચને ની જીવિત રાખવા માટે જે આ સુંદર કાર્યક્રમનું આયોજન શ્રી સુરેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું અને શ્રી શાહબુદ્દીન રાઠોડ જેવા એક અદભુત વ્યક્તિત્વ દ્વારા આજે અમારું સન્માન થયું એ અમારા માટે એક પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ ઘટના બની રહેશે.
#bharatmirror #bharatmirror21 #vishwarangbhoomiday&vishala’sbirthday #news #ahmedabad