નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:28 માર્ચ 2022
ભારતના મોખરાના લાઇફસ્ટાઇલ સોલ્યુશન પ્રોવાઇડર પ્રિઝમ જહોન્સન લિમિટેડે વિશ્વની સૌથી મોટી મોડ્યુલર કિચનની ઉત્પાદક કંપની જર્મનીની નોબિલિયા સાથેની પોતાની વ્યૂહાત્મક ભાગીદારીનો વ્યાપ વધારવાની જાહેરાત કરી. અને તેના ઓપરેશન્સમાં વધારો કરતાં તેનો પ્રારંભ અમદાવાદ , ગુજરાતમાં એક વિશિષ્ટ સ્ટોરના પ્રારંભથી કર્યો
. આ એક્સપિરિયન્સ સ્ટોરનું ઉદઘાટન મુખ્ય અતિથિ શ્રી અજય પટેલ ( ગુજરાત સ્ટેટ કો – ઓપરેટિવ બેંક લિમિટેડ અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકના ચેરમન ) તથા શ્રી પંકજ શર્મા ( પ્રિઝમ જ્હોન્સન લિમિટેડ , પ્રેસિડેન્ટ જ્હોન્સન બાથરૂમ્સ એન્ડ નોબિલિયા કિચન્સ ) એ કર્યુ. નોબિલિયા દ્વારા , પ્રિઝમ જ્હોન્સન લિમિટેડ ભારતમાં અસલ જર્મન બનાવટના મોડ્યુલર કિચન ( હાઇબ્રિડ નહીં ) ઓફર કરીને સતત વૈભવી અને શૈલી પ્રદાન કરવાની તેમની પ્રતિબદ્ધતા જાળવી રહી છે અને ત્યાં કિચન વ્યવસાયમાં વૈશ્વિક વલણોનું પ્રદર્શન કરે છે.
જર્મનીની કંપની નોબિલિયા વિશ્વમાં કિચન્સના ઉત્પાદનમાં સૌથી મોટી કંપની છે ( દૈનિક 3600 કિચનના ઉત્પાદન ) અને નોબિલિયા કન્સેપ્ટ સ્ટોર સન ઓર્બિટ , રાજપથ ક્લબ રોડ, બોડકદેવ અમદાવાદ ખાતે આવેલો છે. આ સ્ટોરમાં નોબિલિયાની તદ્દન નવી પ્રોડક્ટ ઉપલબ્ધ છે જેમાં વોચરપુફ કિચન વર્ક ટોપ્સ , ફ્રી સ્ટેન્ડિંગ વોશિંગ મશીન અથવા ડીશવોશર સોલ્યુશન , એન્ટિ ફિંગર પ્રિન્ટ શટર્સ , ઓપન પોર વિનિર અને ન્યૂ ગ્લાસ ફિનિશનો સમાવેશ થાય છે.
#bharatmirror #bharatmirror21 #prismjohnsonnobilia #news #ahmedabad