જામનગર, 25 માર્ચ 2022:
રાષ્ટ્રપતિ શ્રી આઈ. એન. એસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે ત્યારે એરફોર્સ જામનગર ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત અને ઉષ્માપૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરના મેયર શ્રી બીનાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ માન. રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આઈ. એન. એસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે
આ પ્રસંગે કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી, અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેએ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #presidentshriramnathkovind #jamnagar #ahmedabad