નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૦૯ માર્ચ ૨૦૨૨:
ઝિંદગીનો આગામી ઓરિજિનલ શો મિસીસ એન્ડ મિસ્ટર શમીમને અજોડ પ્રેમકથા દર્શાવવા માટે દર્શકો અને સમીક્ષકો પાસેથી પણ અદભુત સરાહના અને ટેકો પ્રાપ્ત થયાં છે. આ શો Zee5 પર 11મી માર્ચ, 2022થી પ્રસારિત થશે, જેમાં મુખ્ય કલાકારો નૌમાન ઈજાઝ અને સબા કમર (બોલીવૂડની બ્લોકબસ્ટર હિંદી મિડિયમમાં ઈરફાન ખાન સામે) છે.
અતુલનીય કલાકારો અને અજોડ વાર્તા સાથે કામ કર્યું હોવાથી ડાયરેક્ટર કાશીફ નિસાર જો મિસીસ એન્ડ મિસ્ટર શમીમમાં તક મળે તો લેવા માગે છે એ તેની ફેવરીટ બોલીવૂડ જોડી વિશે મજેદાર વાતો કરે છે.
કાશીફ નિસાર આ વિચારો વિશે બોલતાં કહે છે, “ભારત આજે અમુક અત્યંત અતુલનીય અને વૈવિધ્યપૂર્ણ પ્રતિભા ધરાવે છે. આપણને રોજ નવા નવા કલાકારો પદાર્પણ કરતાં જોઈએ છીએ અને તેમના અદભુત પરફોર્મન્સને માણીએ છીએ. આ જ રીતે જો મિસીસ એન્ડ મિસ્ટર શમીમમાં મુખ્ય જોડી તરીકે બોલીવૂડમાંથી કોઈ કલાકારને લેવાની તક મળે તો આ શો માટે હું નિશ્ચિત જ આલિયા ભટ્ટ અને આયુષમાન ખુરાનાને લઈશ. બહુ નાની ઉંમરે આલિયાએ મજબૂત પરફોર્મર તરીકે પોતાને સિદ્ધ કરી છે. અને તેની ગત ભૂમિકાથી દરેક ભૂમિકા અલગ છે. બીજી બાજુ આયુષમાન ખુરાનાએ પડકારજનક વિષયોને હંમેશાં સ્પર્શ કર્યો છે. અને અભિનય પ્રતિભાથી પોતાને સિદ્ધ કર્યો છે. મને લાગે છે, કે આ બંને મિસીસ એન્ડ મિસ્ટર શમીમમાં ઉત્તમ જોડી બની રહેશે.
”કાશીફ નિસાર અને મિસ્બાહ શફિક દ્વારા નિર્મિત મિસીસ એન્ડ મિસ્ટર શમીમ મૈત્રીમાંથી એકત્ર વૃદ્ધિ થવા સુધી અને વચ્ચે બધું જ સહિત શુદ્ધ જોડાણની અજોડ પ્રેમકથા છે.
~ ઝિંદગી ઓરિજિનલ મિસીસ એન્ડ મિસ્ટર શમીમ Zee5 પર સ્ટ્રીમ થશે.