નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૦૫ માર્ચ ૨૦૨૨:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા 3જી માર્ચ, 2022ના રોજ ભારતની લોકપ્રિય ટીવી ચેનલોના જાણીતા પત્રકારો અને એન્કર, શ્રી નિર્ણય કપૂર (ઈન્ડિયા ટીવી) ગોપી મણિયાર (આજ તક), શ્રી રોનક પટેલ (એબીપી અસ્મિતા) અને શ્રી દેવાંગ ભટ્ટ (જીટીપીએલ). સાથે ન્યુઝ, વુઝ એન્ડ બિયોન્ડ પર પેનલ ડિસ્કશન નું આયોજન કરવામાં આવ્યું હતું.

આસિત શાહ, ચેરમેન, ફિલ્મ, એન્ટરટેનમેન્ટ, મીડિયા અને ઇવેન્ટ (FEME) કમિટીએ તેમના સ્વાગત પ્રવચનમાં GCCI ની પ્રવૃત્તિઓ અને FEME કમિટીનો પરિચય આપ્યો હતો.
ચર્ચા દરમિયાન એન્કરોએ પત્રકારથી સંપાદક તરીકેની તેમની સફર, વિકસતા પત્રકારિતા વિષે તેમના મંતવ્યો, તેઓએ અનુભવેલા મહત્વના ફેરફારો શું છે અને પત્રકારિતાની એકરૂપતા વિશે તેઓ શું અનુભવે છે જેવા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા.

પેનલના સભ્યોએ તેમના અનુભવો અને મંતવ્યો શેર કર્યા અને જણાવ્યું કે પત્રકારિતા આપણા દેશ અને લોકો માટે 24×7ની ફરજ છે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #feme #ahmedabad
