નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:04 ફેબ્રુઆરી 2022:
દેવીબેગ શોપિંગ મોલ પ્રા.લી ડાયરેક્ટર શ્રી આશિષ શર્માએ પોતાના જીવનની શરૂઆત એક નાનકડી બેગની દુકાનથી લઈને પોતાના સપનાઓની એક એવી ગગન ચુંબી ઇમારત બનાવી દીધી કે જે આજે એક નાનકડી બેગની દુકાનથી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફેરવાઈને જે દેવીબેગ શોપિંગ મોલ પ્રા.લિ.ના નામે ઓળખાય છે.
શ્રી આશિષ શર્માની દેવી પ્રત્યેની આ શ્રદ્ધા સાકાર થઈને હાલ અમદાવાદના દરેક વિસ્તારમાં ૭ મોલ સાથે ઉપસ્થિત છે. અને દેવીના પ્રતાપથી હવે દેવી બેગ શોપિંગ મોલ પ્રા.લિ.ની ૮ મી બ્રાન્ચ નિકોલમાં ખુલી ગયેલ છે. જે નિમિતે શ્રી આશિષ શર્મા દેવીના અને પોતાના માતાપિતાના આશીર્વાદથી રાજસ્થાનની સુપ્રસિદ્ધ મીઠાઈ “ખીરમોહન” અમદાવાદ અને અમદાવાદની આજુબાજુમાં આવેલ તમામ અનાથ આશ્રમ , વૃદ્ધઆશ્રમ, અંધજન મંડળ અને ગરીબો તથા જરૂરિયાતમંદોને દેવીના પ્રસાદરૂપે ભેટ આપેલ છે. જે સાબિત કરે છે.
કે શ્રી આશિષ શર્મા સારા બિઝનેસમેન નહિ પરંતુ એની સાથે સાથે એક સારા વ્યક્તિત્વ ધરાવતા અને ઉદાર મનના માલિક પણ છે. આ પ્રસંગે આશિષ શર્મા દ્વારા જણાવામાં આવ્યું કે, પવન વેગે દેવીના આશીર્વાદથી દેવીબેગ શોપિંગ મોલ પ્રાઇવેટ લિમિટેડ હવે અમદાવાદી લઈને ગુજરાત તથા ભવિષ્યમાં ભારત દેશમાં દરેક વિસ્તાર સુધી પોંહચાડશે અને જેની શરૂવાત ટૂંક સમયમાં ઉત્તર ગુજરાથી શરૂ કરવામાં આવશે. આપણા માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિચારો “વોકલ ટુ લોકલ” તથા ગરીબોના રોજગાર પુરી પાડવામાં દેવી બેગ શોપિંગ મોલ પ્રા.લી. સાથ સહકાર આપશે. આ સાથે સાથે મહિલાઓને પણ આત્મનિર્ભર ભારતમાં દેવીબેગનો હંમેશા સાથે રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #devibegs #ahmedabad