નીતા લીંબાચીયા, અમદાવાદ
:29 માર્ચ 2022:
સમાજના કેટલાય ગોળના ભાઈઓ એક જ હરોળમાં ખભેખભા મિલાવી એક જ સ્થળ અને એક જ ભાઈચારાનુ પ્રતિબિબ વિકાસના માર્ગ ને વેગવંતુ બનાવવામાં અદ્વિતિય ફાળો અને સમાજને ગતિશીલ બનાવવામાં. સ્નેહ સંમેલનને આખરી ઓપ આપી સમાજે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. શિસ્ત અનુશાસનને વરેલુ આ સંગઠન નાયી વાળંદ સમાજને ગૌરવવંતુ બનાવ્યું છે.
કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે જ્યાં સુધી આપણે સંગઠિત હોઇશું તો સમાજને સંગઠિત રાખી શકીશું . સ્નેહ સંમેલનનો ભાવાર્થ એક જ નીકળે કે સમાજમાં વિચારોનું મતમતાંતર હોઇ શકે પણ મનભેદ ને કોઇ સ્થાન નથી… સ્નેહ સંમેલનનો ઐતિહાસિક પ્રસંગ નું સંભારણું સમાજ માટે પ્રગતિના દ્વારે સુવર્ણ અક્ષરે અંકિત થઈ ચુક્યું છે એમાં જરાય શંકાને સ્થાન નથી.
#bharatmirror #bharatmirror21 #news #nayee-valandekatamanch #ahmedabad