નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:21માર્ચ 2022:
ગુજરાત સરકારે તાજેતરમાં ધોરણ 6થી 12માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગના નિર્ણય મૂજબ શૈક્ષણિક વર્ષ 2022-23થી આ અભ્યાસ શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતાં પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું હતું કે, “ગીતા વૈશ્વિક ગ્રંથ છે અને તેમાં સાંપ્રદાયિકતા જેવું કશું છે જ નહીં. ગીતા જેવી મહાવિદ્યા બીજી કોઇ નથી અને તે બ્રહ્મ વિદ્યા છે. વિદ્યાલયોમાં વિદ્યા ભણાવવી હોય તો બ્રહ્મ વિદ્યા ભણાવવી જોઇએ. હું સરકારના નિર્ણય અંગે રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરું છું.
#bharatmirror #bharatmirror21 #news #moraribapu #ahmedabad