નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા: ૨૨ માર્ચ ૨૦૨૨:
અમદાવાદના કે કે નગર રોડ પર આવેલી એમ બી પટેલ જ્ઞાનજ્યોત હાઈસ્કૂલના અસ્તિત્વ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. વર્ષ 1973 માં ભગુભાઈ પટેલે એમ બી પટેલ હાઈસ્કૂલ શરૂ કરી હતી. ઘાટલોડીયા વિસ્તારની અગ્રગણ્ય ગણાતી એમ બી પટેલ જ્ઞાનજ્યોત હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચુકેલા હજારો વિધ્યાર્થી-વિધ્યાર્થીનીઓ આજે ઉધ્યોપતિ, નામાંકિત વેપારી, ઉચ્ચ સરકારી અધિકારીઓ તરીકે સેવા આપી રહ્યા છે. કમનસીબે ભગુભાઈ પટેલ અને તેમના પુત્ર મહેશ પટેલ હયાત નથી. વર્ષોથી સેવારત એમ બી પટેલ જ્ઞાનજ્યોત હાઈસ્કુલ હવે બંધ કરી દેવાઈ છે. હાઈસ્કુલનું અધ્યન બીલ્ડીંગ તોડીને મોટું રેસીડન્સ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
જે શાળાની ધરતી પર રમ્યા… જે શાળામાં અભ્યાસ કર્યો… જે શાળા સંચાલક અને શિક્ષકોના આશિર્વાદથી સહુ વિધ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા અને જીવનને સફળતા પ્રાપ્ત થઈ…
તે શાળાનું અસ્તિત્વ પૂર્ણ થઈ જશે, જ્યાં હાઈરાઈજ બીલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. એટલે પૂર્વ વિદ્યાર્થીઓ ધ્વારા અશ્રુભીની વિદાય આપવા અને યાદોને જીવંત રાખવા પૂર્વ વિધ્યાર્થીનો અંતિમ સ્નેહ મિલન કાર્યક્રમ સ્કૂલના કંપાઉન્ડમાં યોજાયો હતો. પૂર્વ વિદ્યાર્થીઓ વર્ષો બાદ મળ્યા હોવાનો આનંદ હતો. બીજીબાજુ જીવનને સફળ બનાવનાર ભવ્ય શાળાનું અસ્તિત્વ નામશેષ થઈ રહ્યાનો આઘાત સાથે દુ:ખની લાગણી અનુભવતા હતા.
#bharatmirror #bharatmirror21 #news #mbpatelhaischool #ahmedabad