નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૨ માર્ચ ૨૦૨૨:
કસ્ટમર સર્વિસ અને કસ્ટમર સેટીસફેક્શનમાં અગ્રેસર એવા માનસી વિંગ્સ હોન્ડા તેની ૭મી વર્ષગાંઠ પર ગ્રાહકની સુવિધાને ધ્યાનમાં રાખીને સીટીએમ વિસ્તારમાં સૌથી વિશાળ શોરૂમ ખોલવામાં આવ્યો છે. શોરૂમની અંદર વાહનની કલર પસંદગી માટે એક અલગ ઝોન છે. તેમજ શોરૂમમાં એક્સચેન્જની અને આકર્ષક ફાઇનાન્સની પણ સુવિધા ઉપલબ્ધ છે.
માનસી વિંગ્સ હોન્ડાના ડિરેક્ટર જયદીપ. જે. ત્રિવેદીએ જણાવ્યું કે, “છેલ્લા 7 વર્ષથી HMSIના વર્તમાન જોડાણ સાથે 2 વ્હીલર ઉદ્યોગનો 30 વર્ષનો અનુભવ છે હાલમાં માનસી વિંગ્સ હોન્ડાને અમદાવાદમાં ડબલ હાઇટ સીલિંગ સાથેનો સૌથી મોટો શોરૂમ મળ્યો છે. શોરૂમમાં જંગી 20 ટન કૂલિંગ સિસ્ટમ છે. સીટીએમના પ્રાઇમ એરિયામાં સ્થિત શોરૂમ ગ્રાહકો માટે ખૂબ જ લોકપ્રિય છે.
માનસી વિંગ્સ હોન્ડાએ 6 વર્ષના ટૂંકા ગાળામાં પૂર્વ અમદાવાદમાં સૌથી વધુ 70,000 ગ્રાહકો પ્રાપ્ત કર્યા છે. આજે અમદાવાદમાં માનસી વિંગ્સ હોન્ડા શોરૂમ એક લેન્ડ માર્ક છે.