અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૨ માર્ચ ૨૦૨૨:
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બી.જે મેડિકલ કોલેજની અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસની હોસ્ટેલ જર્જરીત હાલતમાં હોવાના કારણે બી.જે. મેડિકલના વિદ્યાર્થીઓ પાસે હોસ્ટેલ માટેની વ્યવસ્થા ના હોવાથી, ગત ઑક્ટોબર 2021 ના રોજ બી.જે મેડિકલ કોલેજ ના ડીન એ રૂમ આપવા માટે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનને દરખાસ્ત કરેલ હતી. દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશને આ પરિસ્થિતિને જોઈ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી માનવતાના ધોરણે હા પાડી હતી. અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જીવનું જોખમ ના રહે એ પણ જરૂરી બાબત હતી.

કોલેજ તરફ થી પ્રતિ રૂમ રૂ.400 સંસ્થાને ચૂકવવાનું નક્કી કરાયું હતું. જેને લઈને બી.જે. મેડિકલ કોલેજ અને આરોગ્ય કમિશ્નર તરફથી પસાર કરેલા ઠરાવમાં પણ રૂ.400 ચૂકવણું કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

પરંતુ 18 ઑક્ટોબરથી 2021 લઈને અત્યાર સુધીમાં દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનને બીજે મેડિકલ તરફથી કહ્યા પ્રમાણે પેમેન્ટ જ નથી ચૂકવવામાં આવ્યું. અચાનક બીજે મેડિકલ તરફથી ફેબ્રુઆરી 2022 માં ઠરાવ કરી દીધો અને તેમને અગાઉ ઠરાવમાં નક્કી કરેલા રૂ. 400ની જગ્યાએ રૂ.100 પ્રતિ વિદ્યાર્થી પાસ કરીને ઠરાવ પસાર કરીને 50 ટકા કરતા પણ ઓછું પેમેન્ટ કાપીને આપ્યું છે, જે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનએ ચેક મારફતે કૉલેજ ને પરત કરી દીધેલ છે. પૈસા ના અભાવમાં સંસ્થાને ઘણી મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #manav-seva-mandir #digvijaylionsfoundation #ahmedabad
