નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૨ માર્ચ ૨૦૨૨:
ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મહામારી પૂર્વના સ્તરે શરૂ થવા સાથે કેરળ કેરેવાન, લાંબા સ્ટે અને કસ્ટમાઇઝ્ડ વેકેશન સહિતની પ્રોડક્ટ્સ અને નવા અનુભવ ઓફર કરતાં દેશ-વિદેશના પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે સજ્જ થયું છે.
કેરળ ટુરિઝમના ડાયરેક્ટર શ્રી વી.આર. ક્રિષ્નાએ પાર્ટનરશીપ મીટ દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યના દરિયાકાંઠા, હીલ સ્ટેશન, બેકવોટર્સ અને હાઉસબોટ જેવાં લોકપ્રિય સ્થળો સમગ્ર વર્ષ માટે મહેમાનોનું સ્વાગત કરવા માટે જોશમાં છે. તથા કેરળ વિવિધ પસંદગીઓની ખાતરી આપે છે.
વધુમાં જણાવ્યું કે, “હાલમાં અમારું ધ્યાન ઘરેલુ પ્રવાસન ઉપર કેન્દ્રિત છે, જેમાં ગુજરાત મહત્વપૂર્ણ માર્કેટ છે. કારણકે ગુજરાત રાજ્ય કેરળ ટુરિઝમ માટે મોટું યોગદાન આપતું રહ્યું છે.”
તેમણે જણાવ્યું હતું કે, “ડેસ્ટિનેશન-કેન્દ્રિત અભિગમમાં મોટા બદલાવ સાથે સમગ્ર કેરળ બહુવિધ અનુભવ જેમકે હોમસ્ટે, ડ્રાઇવ હોલીડે, ચેન્જ ઓફ એર આધારિત વેલનેસ વેકેશન તથા એડવેન્ચર ટુરિઝમ પ્રવૃત્તિઓ સાથે એક્સટેન્ડેડ હોલીડેઝ માટે આદર્શ સ્થળ તરીકે પોતાની જાતને પુનઃનિર્મિત કરી રહ્યું છે.”
શ્રી તેજાએ કહ્યું હતું.
કેરળ પાસે મુલાકાતીઓ માટે હાઉસબોટ, કેરેવાન સ્ટે, જંગલ લોજ, પ્લાન્ટેશન વિઝિટ, હોમસ્ટે અને સિટી લાઇફ, આયુર્વેદા આધારિત વેલનેસ સોલ્યુશન્સ, કન્ટ્રીસાઇડ વોક તેમજ વેર્દાન્ત હીલ્સ ઉપર ટ્રેકિંગ સહિતની એડવેન્ચર પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે.
રાજ્યની કેરેવાન ટુરિઝમ પહેલ કેરેવાન કેરળને ખૂબજ ટૂંકા સમયમાં ઉદ્યોગ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તે મહત્વપૂર્ણ પ્રોડક્ટ તરીકે ઉભરી આવી છે. અગાઉ કેરળ ટુરિઝમે ત્રણ દાયકા પહેલાં હાઉસબોટ ક્રૂઝ દ્વારા જબરદસ્ત વૃદ્ધિ જોઇ હતી.
પ્રવાસન કેન્દ્રોની ઇકોલોજી અને સંસ્કૃતિ સાથે કોઇપણ પ્રકારની છેડછાડ કર્યાં વિના ટકાઉ પ્રકારે પ્રવાસીઓ માટે સમગ્ર રાજ્ય ખુલ્લું મૂકવા એક ખાસ પહેલ પણ કરાઇ છે.
#bharatmirror #bharatmirror21 #news #keraiatourism #ahmedabad