નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:14 માર્ચ 2022
INIFD ગુરુકુળ અમદાવાદ ખાતે ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓ દ્વારા ન્યૂઝ પપેરમાંથી વસ્ત્રો બનાવવાનો વિચાર પ્રદાન કરવામાં આવ્યો હતો,
સખત મહેનત અને બુદ્ધિમત્તાથી તરબોળ સર્જનાત્મકતા સમાન સ્તરે વિદ્યાર્થીઓએ પ્લીટિંગ ટેકનીક, સ્ટેપલિંગ, ટેપીંગ, પેઈન્ટીંગ, વિવિધ આકારો બનાવી અને બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીને અદ્ભુત વસ્ત્રો તૈયાર કર્યા હતા. બીજા વર્ષની વિદ્યાર્થિની વિધી પ્રજાપતિએ તેણીનું કલેક્શન “POWER WAVES” રજૂ કર્યું હતું જે ફિલ્મ RA-ONE ના પાત્ર G-ONE થી પ્રેરિત હતું, જે લેકમે ફેશન વીક લોન્ચપેડ 2021 માં સીલેક્ટ કરવામાં આવ્યું હતું.
ન્યૂ યોર્ક ફેશન વીક, એક સૌથી ભવ્ય ઇવેન્ટ છે જ્યાં પ્રખ્યાત ડિઝાઇનરો સુંદર વસ્ત્રોના રૂપમાં તેમની પ્રતિભાનું પ્રદર્શન કરે છે. તેમાંથી INIFD વિદ્યાર્થીઓએ પણ વિવિધ થીમ્સ અને પ્રેરણાઓ પર કામ કર્યું અને શ્રેષ્ઠ વસ્ત્રો બનાવ્યાં જે 13મી ફેબ્રુઆરી 2022ના રોજ ન્યૂયોર્ક ફેશન વીક રનવેમાં રજૂ કરવામાં આવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #inifd #ahmedabad