અમદાવાદની મુલાકાતે આવેલા આઇસીએઆઇના નવા પ્રેસીડેન્ટ સીએ(ડો.)દેબાશિષ મિત્રા અને વાઇસ પ્રેસીડેન્ટ સીએ અનિકેત સુનીલ તલાટીએ સીએના કોર્સમાં આવી રહેલા ફેરફાર, સંસ્થા દ્વારા હાથ ધરાનાર રચનાત્મક કાર્યો સહિતના મુદ્દે મહત્વની વાતો રજૂ કરી
સીએના અભ્યાસક્રમમાં થોડા ઘણા બદલાવ અને ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને નવા સીલેબસમાં બ્લોક ચેઇન, ક્રિપ્ટોકરન્સી સહિતના મુદ્દાઓને પણ હવે સીલેબસમાં સમાવવાની વિચારણા ચાલી રહી છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.21
શિક્ષણ, પ્રોફેશ્નલ ડેવલપમેન્ટ, એકાઉન્ટિંગ, ઓડિટિંગ અને નીતિમત્તાના ઊંચા માપદંડો જાળવી રાખવામાં અમૂલ્યપ્રદાન બદલ વૈશ્વિક સ્તરે અગ્રણી એકાઉન્ટિંગ સંસ્થા તરીકેનું બહુમાન ધરાવતી ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ
ઈન્ડિયા(આઈસીએઆઈ)ની કાઉન્સિલે વર્ષ 2022-23ની ટર્મ માટે નવા પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટની પસંદગી કરી છે. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ તારીખ 12 ફેબ્રુઆરી, 2022થી પ્રેસિડેન્ટ તરીકે સીએ. (ડો.) દેબાશિષ મિત્રાની તથા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સીએ. અનિકેત સુનિલ તલાટીની નિમણૂક કરી છે.
આઇસીએઆઈ દેશનાં વિકાસ અને સર્વસમાવેશક વૃદ્ધિ માટેની પહેલોમાં ભાગીદારી કરી રહી છે તથા વિઝન 2030માં કલ્પના કરવામાં આવેલા ઉદ્દેશો હાંસલ કરવાનો તથા હિતધારકો અને નિયમનકારોની અપેક્ષાઓ સાથે આકાંક્ષાઓને અનુરૂપ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. આઇસીએઆઈ એક્શન પ્લાન 2022-23 આઇસીએઆઈનાં વિઝનને હાંસલ કરવા તરફની સફરમાં માર્ગદર્શન આપશે., તથા આ સંબંધમાં વિવિધ પગલાં લેશે. આઈસીએઆઈના વિવિધ ઉદ્દેશ્યો અહીં દર્શાવ્યા છે.
- આ પ્રોફેશનના અગ્રણીઓ અને સ્વપ્નદ્રષ્ટાઓ દ્વારા આપવામાં આવેલા વારસાને અપનાવવો:
વિઝન 2030ને પ્રાપ્ત કરવું
મિશન 2030: વ્યવસાયની સ્વતંત્રતા, અખંડિતતા અને ઉત્કૃષ્ટતાને જાળવી રાખવી
સીએની બ્રાન્ડનું નિર્માણઃ વ્યવસાય વિશે લોકોની ધારણામાં વધારો કરવો
રાષ્ટ્રના વિકાસમાં ભાગીદારી: વ્યવસાયમાં યોગદાન - નવા પરિમાણો ઉમેરીને વર્તમાન સમર્પિત પહેલોને આગળ વધારવી
એમએસએમઇ અને સ્ટાર્ટ અપ્સને ટેકો આપવોઃ ઉદ્યોગસાહસિક યોગ્યતાને પ્રોત્સાહન આપવુ , નાણાકીય અને કરવેરાની સાક્ષરતા: નાણાકીય અને કરવેરાની સાક્ષરતાને ફેલાવવા માટેના માધ્યમોની શોધ અને રચના
- વિઝન 2022-23: ભવિષ્યની કલ્પના અને આઈસીએઆઈ અને વ્યવસાયને વિકસતા વાતાવરણ
સાથે સંકલિત કરવા અને સુગ્રથિત કરવા
વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સ 2022: એકાઉન્ટન્સી વ્યવસાયના ઓલિમ્પિક્સનું આયોજન
નેટવર્કિંગઃ ભવિષ્યની વૃદ્ધિ માટે ભારતીય સીએ કંપનીઓના નેટવર્કિંગ અને મલ્ટિ-ડિસિપ્લિનરી
પાર્ટનર-શિપને સુવિધાજનક બનાવવા માટેનું માળખું.
આજે અમદાવાદની મુલાકાતે આવેલા આઇસીએઆઇના નવા પ્રેસીડેન્ટ સીએ(ડો.)દેબાશિષ મિત્રા અને વાઇસ પ્રેસીડેન્ટ સીએ અનિકેત સુનીલ તલાટીએ આઇસીએઆઇની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બ્રાંચના ચેરપર્સન સીએ બીશન શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મીડિયા સાથેની વાતચીત દરમ્યાન આગામી દિવસોમાં સીએ ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ અપ, ઇન્ડસ્ટ્રીઝ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા હાથ ધરાનાર રચનાત્મક કાર્યો અને વિકાસશીલ પગલાઓની વાત રજૂ કરી હતી.
આઇસીએઆઇના નવા પ્રેસીડેન્ટ સીએ(ડો.)દેબાશિષ મિત્રા અને વાઇસ પ્રેસીડેન્ટ સીએ અનિકેત સુનીલ તલાટીએ જણાવ્યું હતું કે, આઇસીએઆઇ સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વધારવામાં આવી રહેલા તેના વ્યાપ, નોલેજ અને જાણકારી મહત્તમ લોકો સુધી ફેલાવવાના ભાગરૂપે તેઓ અહીં આવ્યા છે. આજે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સહિતના અનેક એકમોમાં સીએની ડિમાન્ડ બહુ મોટા પાયે વધી છે, તે માટે પણ સંસ્થા કટિબદ્ધ છે.
તેમણે મહત્વની વાત કરતાં જણાવ્યું કે, સીએના અભ્યાસક્રમમાં થોડા ઘણા બદલાવ અને ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને નવા સીલેબસમાં બ્લોક ચેઇન, ક્રિપ્ટોકરન્સી સહિતના મુદ્દાઓને પણ હવે સીલેબસમાં સમાવવાની વિચારણા ચાલી રહી છે, કે જેથી લેટેસ્ટ અને કરન્ટ ઇશ્યુને પણ નવા સીએ તેમનું નોલેજ અને માર્ગદર્શન આપી મદદરૂપ થઇ શકે. સાથે સાથે વર્લ્ડ ફાયનાન્શીયલ રિપોર્ટીંગ પર પણ ભાર મૂકાઇ રહ્યો છે, કે જેથી આપણા સીએ દુનિયાના કોઇપણ ખૂણામાં તેની સેવાઓ થકી કયાંય પાછા ના પડે અને આપણા સીએ ગ્લોબલ એકાઉન્ટન્ટ બની શકે. આ જ પ્રકારે નવા સુધારાઓમાં એથીકસના મુદ્દા પર પણ એટલો જ ભાર મૂકાયો છે કારણ કે, સીએના પ્રોફેશનમાં નૈતિકતા પણ એટલી જ જરૂરી છે.
સીએના કોર્સમાં નવા વિષયોમાં જે ફેરફાર આવી રહ્યા છે તે મુદ્દે આઇસીએઆઇના નવા પ્રેસીડેન્ટ સીએ(ડો.)દેબાશિષ મિત્રા અને વાઇસ પ્રેસીડેન્ટ સીએ અનિકેત સુનીલ તલાટીએ વધુમાં જણાવ્યું કે, નવા કોર્સમાં એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ, ઇન્ટરનેશનલ ટેક્સેશન, આઇટી, જીએસટી સહિતના વિવિધ વિષયો ડેવલપ કરાશે. સંસ્થા દ્વારા આ વિષયો અને સંબંધિત ફેરફારો કેન્દ્ર સરકારમાં મંજૂરી અર્થે મોકલી અપાશે ત્યારબાદ પબ્લીક કોમેન્ટ મેળવાશે અને એ પછી ફરી સરકારમાં તેને મોકલી આખરી મંજૂરી બાદ સીએના નવા કોર્સમાં સુધારા સાથેના વિષયો અને માળખુ અમલમાં આવશે, જે સંભવતઃ આગામી વર્ષ સુધીમાં સમગ્ર પ્રક્રિયાને આખરી ઓપ અપાઇ જાય તેવી શકયતા છે.
#bharatmirror #bharatmirror21 #news