નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૪ માર્ચ ૨૦૨૨:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સંયુક્ત ઉપક્રમે, આજે GCCI ખાતે ગુજરાતી સિનેમા માટે રોડ અહેડ પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેનલિસ્ટ તરીકે શ્રી ઉમેશ શુક્લા, મીસ ગોપી દેસાઈ, શ્રી સૌમ્ય જોશી, શ્રી જય વસાવડા અને શ્રી અભિષેક જૈન હાજર રહ્યા હતા.
શ્રી આસિત શાહ, ચેરમેન, ફિલ્મ, એન્ટરટેઈનમેન્ટ, મીડિયા અને ઈવેન્ટ (FEME) કમિટીએ તેમના સ્વાગત પ્રવચનમાં GCCI નો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો અને ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી અને તેથી જ GCCI એ ફિલ્મ ઉદ્યોગ માટે એક અલગ સમિતિની રચના કરી છે તેવું જણાવ્યું હતું.
પેનલ ચર્ચા દરમિયાન નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી:
- ગુજરાતી સિનેમાની વૈશ્વિક સ્તરે લઇ જવાની જરૂર છે
- ગુજરાતી સિનેમા ઉત્સવોનું આયોજન કરવું જોઈએ
- ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે મહત્વાકાંક્ષી યુવાનો માટે માર્ગદર્શન કાર્યક્રમો તેમજ ફિલ્મ નિર્માણ સંસ્થાઓ નું આયોજન કરવું જોઈએ
- ગુજરાતી ફિલ્મો રેવા અને હેલ્લારો જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવી જોઈએ
- શીખવાની કોઈ ઉંમર હોતી નથી, ગુજરાતી સિનેમાની ભાષા શીખવી જોઈએ
- રોડ અહેડની ચર્ચા કરવા માટે, જેન્ડર સ્પેસિફિક ફિલ્મોથી આગળ વિચારવું પડશે
- ગુજરાતી ફિલ્મોને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માટે બ્રાન્ડિંગ ખુબ જ જરૂરી છે.
આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.