ઇન્ડસ્ટ્રી 4.0 પર ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન
નીતા લીંબાચીયા, અમદાવાદ
:29 માર્ચ 2022:
GCCI એ નોલેજ પાર્ટનર યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (UNIDO) અને NASSCOM સેન્ટર ઑફ એક્સેલન્સ અને GESIA ના સહયોગથી GCCI ખાતે ઇન્ડસ્ટ્રી 4.0 પર ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કર્યું હતું.
કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી વિજય નેહરા, IAS, સચિવ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા.
જીસીસીઆઈના પ્રમુખ શ્રી હેમંત શાહે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ડો. રેન વેન બર્કેલ, યુનિડોના પ્રતિનિધિ અને ભારતમાં પ્રાદેશિક કાર્યાલયના વડાએ ઈન્ડસ્ટ્રી 4.0 અપનાવવાથી ઉદ્યોગો કેવી રીતે લાભ મેળવી શકે છે તે અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું. વધુમાં, ડો. રેનેએ ઉદ્યોગોને ઇન્ડસ્ટ્રી 4.0 અપનાવવા પ્રોત્સાહિત કરવામાં યુનિડોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રિયલ ટ્રાન્સફોર્મેશન (INCIT)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાયમન્ડ ક્લેઈને ઈન્ડસ્ટ્રી 4.0ના અભિગમો વિષે વાત કરી હતી. તેમણે ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં સુધારો, રોજગારની સ્થિતિમાં સુધારો અને પર્યાવરણીય વ્યવસ્થાપનના સંદર્ભમાં ઉદ્યોગ 4.0 ના મુખ્ય ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો તથા ઇન્ડસ્ટ્રી 4.0 માટે ભવિષ્યલક્ષી કૌશલ્યો બનાવવા વિશે સમજાવ્યું હતું.
શ્રી વિજય નેહરાએ તેમના સંબોધનમાં ઇન્ડસ્ટ્રી 4.0 માટે ઇન-હાઉસ સોલ્યુશન્સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી ખર્ચ ઓછો કરી શકાય અને ટેક્નોલોજીને ખાસ કરીને MSME માટે પોષણક્ષમ બનાવી શકાય. તેમણે કહ્યું કે આનાથી આત્મનિર્ભર ભારત પહેલને પણ પ્રોત્સાહન મળશે. તેમણે GCCI, UNIDO અને NASSCOM જેવી સંસ્થાઓને એકસાથે આવવા અને જ્યાં ઇન્ડસ્ટ્રી 4.0ને લાગુ કરવાની જરૂર છે તે એકમોને ઓળખીને સોલ્યુશન પ્રોવાઇડર્સને તેવા એકમો સાથે જોડાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ તેવું જણાવ્યું હતું.
શ્રી ડી.એસ. નવલગુંડકર, C4i4 લેબ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે ઇન્ડસ્ટ્રી 4.0 એપ્લીકેશન અંગે માહિતી આપી હતી.
શ્રી યતીન્દ્ર શર્મા, મેનેજિંગ ડિરેક્ટર, KHS મશીનરી પ્રા. લિ. અને શ્રી સંજીવ શ્રોફ, સિનિયર જનરલ મેનેજર – જે.કે. લક્ષ્મી સિમેન્ટ્સ, કલોલ પ્લાન્ટે મેન્યુફેક્ચરિંગ એકમોના દૃષ્ટિકોણથી ઇન્ડસ્ટ્રી 4.0 પર તેમનો અભિપ્રાય વિષે વાત કરતા જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રી 4.0 ને અપનાવવું ઓછું ખર્ચાળ અને સરળ છે તથા આવા એકમોના ઉદાહરણો આપ્યા હતા.
ડીજીટલ ટેક્નોલોજી અને ઓટોમેશન અપનાવવા માટે જાગરૂકતા પેદા કરવા અને ઉત્પાદન એકમોને પ્રોત્સાહિત કરવા માટે સંયુક્ત પહેલ હાથ ધરવાના ઉદ્દેશ્ય સાથે GCCI અને NASSCOM સેન્ટર ઓફ એક્સેલન્સ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શ્રી અમિત સલુજા, સેન્ટર હેડ, CoE ગાંધીનગર, NASSCOM એ પણ NASSCOM સેન્ટર ઓફ એક્સેલન્સની પહેલ વિશે ઉપયોગી માહિતી આપી હતી.
પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ઉપસ્થિત સભ્યોને ઇન્ડસ્ટ્રી 4.0 ને લગતા તેમના પ્રશ્નો રજૂ કરવાની તક મળી હતી.
શ્રી સચિન જોશી, હેડ, UNIDO-DPIIT ફેસિલિટી ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન ફોર ઈન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ (FIC-ISID), UNIDO એ ઈન્ડસ્ટ્રી 4.0 અપનાવવામાં પડકારો અને સમર્થનની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કર્યો. અને સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા.