નીતા લીંબાચીયા,
અમદાવાદ
તા:૦૯ માર્ચ ૨૦૨૨:
8મી માર્ચ, 2022ના રોજ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના અવસરે GCCI બિઝનેસ વુમન કમિટીએ INDIAN WOMEN @ INDIA 100 પર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું.
પેનલ ડિસ્કશનમાં મુખ્ય મહેમાન મિરાઈ ચેટર્જી, ચેરપર્સન, સેવા કોઓપરેટિવ ફેડરેશન, અમદાવાદ અને પેનાલિસ્ટ સુશ્રી તેજલ અમીન, ચેરપર્સન, નવરચના એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી ઈશિરા પરીખ, કથક ડાન્સર, સુશ્રી માલતી મહેતા, મીડિયા એજ્યુકેશનિસ્ટ અને કુ. અર્પણા ભુવાનિયા, ઉદ્યોગસાહસિક અને લેખક ઉપસ્થિત રહ્યા હતા.
જીસીસીઆઈના પ્રમુખ શ્રી હેમંત શાહે તેમના વક્તવ્યમાં આદરણીય મહેમાન, પેનલના સભ્યો અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું.
શ્રીમતી. કુસુમ કૌલ વ્યાસ, ચેરપર્સન, બિઝનેસ વુમન કમિટિએ કાર્યક્રમનું વિષયવસ્તુ ઉપર સંબોધન કર્યું હતું.
Indian Women @ India’s 100 વિષય પર પેનલ ડિસ્કશનમાં પેનલિસ્ટ અને પ્રેક્ષકો દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
પેનલિસ્ટોએ કાનૂની જાગૃતિ, જાતિ સમાનતા, કાર્ય સુરક્ષા, આવક સુરક્ષા, શિક્ષણ અને ક્ષમતા નિર્માણ જેવા વિષયો પર તેમના મંતવ્યો પ્રદાન કર્યા હતા.
આ પ્રસંગે GCCI બિઝનેસ વુમન કમિટીએ મહિલા સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોરને તેમના ઉત્પાદનો/સેવાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. યુવા મહિલા સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોરના વિચારોને ઉપસ્થિત સૌએ વધાવી લીધા હતા. બિઝનેસ વુમન કમિટીના કો-ચેરપર્સન સુશ્રી સારંગી કાનાણીએ આભારદર્શન કરીને કાર્યક્રમનું સમાપન કર્યું.