અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા:૦૪ ફેબ્રુઆરી ૨૦૨૨:
ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રીશ્રી કનુંભાઇ પટેલ દ્વારા ગુજરાત રાજ્યનું વર્ષ-૨૦૨૨-૨૩ માટેનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. ગુજરાત ચેમ્બરના પ્રમુખશ્રી હેમંતભાઇ શાહ અને અન્ય હોદેદારોએ આ બજેટને આવકાર્યું હતું. અને નીચે જણાવ્યા મુજબના અમુક મહત્વના ર્નિણયોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
આ બજેટમાં રૂા.૧૨,૦૦૦ થી ઓછા માસિક વેતન ધરાવતા વ્યક્તિઓ માટે પ્રોફેશનલ ટેક્ષ નાબૂદ કરવામાં આવ્યો છે. જે ખુબજ આવકારદાયક પગલું છે. જેનાથી ૧૫ લાખ જેટલી મધ્યમ વર્ગના વ્યક્તિઓને ફાયદો થશે. આ રજૂઆત અગાઉ GCCI દ્વારા કરવામાં આવેલ હતી જેને આ બજેટમાં સ્વીકારવામાં આવેલ છે.
આ બજેટમાં સ્ટાર્ટ-અપ વેન્ચર ફંડ માટે રૂા.૧,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાંથી વર્ષ-૨૦૨૨-૨૩માં ૨૦૦ કરોડ ફાળવણી કરાશે. આ ર્નિણયથી ગુજરાત રાજ્યમાં નવા સ્ટાર્ટ-અપ ઉદ્યોગો શરુ કરવા અંગે પ્રેરાશે અને ગુજરાત સ્ટાર્ટ-અપ ઇન્ડેક્ષમાં અગ્રણી બનશે
મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું સિરામીક પાર્ક સ્થાપવા માટે રૂા.૪૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેનાથી રાજ્યમાં સિરામીક ઉદ્યોગોનો ઝડપી વિકાસ થશે અને ચીનના વિકલ્પમાં મોરબી સિરામીક માટેનું વૈશ્વિક હબ બની શકશે.
અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવે અને મહેસાણા-પાલનપુર હાઇવેને ૬-લેન કરવા માટે રૂા.૩૩૫૦ કરોડ અને રૂા.૫૭૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે રાજ્યના ઉદ્યોગોને વેગ મળશે.
ગુજરાત રાજ્ય સૌથી લાંબો દરિયો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને આંતરરાષ્ટ્રીય આયાત નિકાસ માટેનું કેન્દ્ર બનાવવા અંગેની ખુબજ મોટી તક રહેલી છે. રાજ્યમાં નાના-મોટા બંદરોનો જો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવે તો ભારતથી અન્ય દેશોમાં નિકાસ માટે ગુજરાત કેન્દ્રસ્થાન બની શકે છે. આ ર્નિણય માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલ ગતિશક્તિ પ્રોજેક્ટને વેગ આપનારો છે. GCCI દ્વારા આ ર્નિણયને આવકારવામાં આવ્યો હતો.
દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓમાં નવી નિમણંક કરવા સૂચન કરવામાં આવ્યું હતું જેને આ બજેટમાં ધ્યાનમાં રાખીને ૧૦૯૪ જગ્યાઓની નવી નિમણુંક કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે જે આવકાર્ય છે.