નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૩ માર્ચ ૨૦૨૨:
૨૩માર્ચ ૧૯૩૧ના દિવસે આઝાદીના પરવાનાઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને લાહોરની જેલમાં ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા હતા.
અંગ્રેજ વિરુદ્ધ ક્રાંતિની મશાલ લઈ હસતા મુખે ફાંસીના માંચડે ચડી જનાર યુવાનો ના સહાદત દિન નિમિત્તે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખશ્રી જયોજૅ ડાયસની આગેવાની હેઠળ ખોખરા સર્કલ ખાતે આવેલ વીર ભગતસિંહ પ્રતિમા પાસે શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ના ફોટા ને માલ્યાર્પણ કરી
ભારત સરકાર જો તબલા વાદક, ગાયક કલાકાર, સંગીતકાર રમતવીરો, સમાજ સેવકો ને ભારત રત્નથી સન્માનિત કરતા હોય તો જેમના થકી આપણને આઝાદી મળી છે અને ભારતની આઝાદીમાં જેમનું મહત્ત્વનું યોગદાન છે. તેવા શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ ને ભારતનું સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન” થી સન્માનિત કરવા અને ૨૩ માર્ચે ના શહીદ દિવસે રજા જાહેર કરવા માગણી કરી હતી.
કાર્યક્રમમાં શ્રી જયોજૅ ડાયસ, ડોલીબેન દવે, કૌશલ તિવારી સંદીપ યાદવ, રમિન્દ્ર બગ્ગા, પ્રભાતસિંહ રાજપૂત, પુષ્પાબેન ડીકોસ્ટા, મહેન્દ્ર બીજવા, કૌશિક પ્રજાપતિ, યોગેશ સોલંકી રાજેશ આહુજા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.