• દરિયાકાંઠાના અને આદિવાસી ક્ષેત્રમાં નવા જીડીપી સેન્ટર્સ ઉભા કરાશે. • તમામ જિલ્લાઓમાં મોબાઈલ ડાયાલિસિસ વાન
અશ્વિન લીંબાચીયા
અમદાવાદ , 9 માર્ચ 2022 :
ડાયાલિસિસના હજારો દર્દીઓને મોટી રાહત આપતા અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી) એ સોમવારે રાજ્યમાં ક્યાંય પણ, કોઇને પણ નિઃશુલ્ક ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરવા માટે અખિલ ગુજરાત સંકલિત નેટવર્ક ‘વન ગુજરાત – વન ડાયાલિસિસ’ યોજનાનું અનાવરણ કર્યુ.
આ યોજના હેઠળ દરેક દર્દી ગુજરાતભરમાં ફેલાયેલા 79 જીડીપી સેન્ટર્સમાંથી કોઈપણ સ્થળે નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. અને સતત એક જ સ્થાને ડાયાલિસિસ કરાવવા માટેના સ્થાનિક અવરોધોને દૂર કરી શકશે. એકવાર દર્દીની રાજ્યના કોઈપણ જીડીપી સેન્ટર્સ ખાતે નોંધણી થઈ ગયા, પછી મેડિકલ હિસ્ટ્રી અને ડાયાલિસિસ ટાઈમલાઇન અન્ય કોઈપણ જીડીપી સેન્ટર્સ પર ઑનલાઇન ઍક્સેસ કરી શકાય છે. દર્દીને તેના મૂળ સેન્ટર સિવાયના કોઈપણ જીડીપી ડાયાલિસિસ સેન્ટર પર ડાયાલિસિસ સેવાઓ મેળવવા માટે દર્દીએ માત્ર કૉલ પર વિશેષ ઓળખ નંબર (યુનિક આઇડેન્ટિફિકેશન નંબર) આપીને ડાયાલિસિસ સેશન સ્લોટ બુક કરવાનો રહેશે.
ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા દરેક દર્દીને સુવિધા પુરી પાડવાની સાથે “વન ગુજરાત – વન ડાયાલિસિસ’ રાજ્યના કોઈપણ જીડીપી સેન્ટર્સ પર ડાયાલિસિસ કરાવવાની પસંદગીની સ્વતંત્રતા આપે છે.” – તેમ આઇકેડીઆરસી – આઇટીએસના ડાયરેક્ટર ડૉ.વિનીત મિશ્રાએ વિશ્વ કિડની દિવસ 2022 પર જણાવ્યું હતું, સામાન્ય રીતે હેમોડાયાલિસિસ દર્દી પોતાના રહેણાંકની નજીક હોવા ઉપરાંત તકનીકી કર્મચારીઓ સાથે પરિચયના કારણે એક ડાયાલિસિસ સેન્ટર સુધી મર્યાદિત રહે છે,, “હવે ડાયાલિસિસના દર્દીઓને રાજ્યમાં ગમે ત્યાં ફરવાની અને સાથો સાથ પોતાની કિડનીની તંદુરસ્તી જાળવવાની માટે રાજ્યના 79 જીડીપી સેન્ટર્સમાંથી કોઈપણ પસંદગી કરવાની સ્વતંત્રતા છે, ” ડૉ.મિશ્રાએ જણાવ્યું હતું કે, અમે શહેરો , ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં નોંધપાત્ર ઉપસ્થિતિ ધરાવીએ છીએ અને ગુજરાતના વિશ્વાળ દરિયાકાંઠે 50 નવા તટવર્તી જીડીપી સેન્ટર્સ શરૂ કરવાની યોજના બનાવી છે.” ડૉ.મિશ્રાએ ‘વન ગુજરાત વન ડાયાલિસિસ હેઠળ જીડીપી સેન્ટર્સના અખિલ ગુજરાત નેટવર્કની વિગતો શેર કરતી વખતે જાહેરાત કરી. તેમણે વિસ્તાર પૂર્વક જણાવ્યું કે, ગુજરાતની મોટી વસ્તી રાજ્યના દરિયાકાંઠે વસે છે. પરંતુ ડાયાલિસિસ જરૂરિયાતમંદ દર્દી દૂરના અંતરિયાળ સ્થળોને કારણે ડાયાલિસિસ સેવાઓ મેળવી શકતા નથી, ” કોસ્ટલ જીડીપી કેન્દ્રો દરિયાકિનારે રહેતા ઇએસઆરડી ( ET દર્દીઓ માટે ફર્સ્ટ પોર્ટ – ઓફ – કોલ હશે. ” ડૉ.મિશ્રાએ માહિતી આપી.
આઇકેડીઆરસીએ ડાયાલિસિસ વિના આઇસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સેવા આપવા માટે દરેક જિલ્લા માટે 33 મોબાઈલ ડાયાલિસિસ વાનનો વિશાળ કાફલો ઉમેરવાની તેની યોજના પણ તૈયાર કરી છે. ડૉ.મિશ્રાએ વિસ્તારપૂર્વક જણાવ્યું, ” જો વેન્ટિલેટરી સપોર્ટ પર દર્દીઓને એડવાન્સ પ્રોસીઝર માટે ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે અંદાજિત મૃત્યુ દર 20 % નો હોય છે , પરંતુ હવેથી મોબાઈલ ડાયાલિસિસ વાન દ્વારા કોઇ પણ દાખલ દર્દીઓને સ્થળ પર જ ડાયાલિસિસની સુવિધા આપશે. ” ડૉ.મિશ્રાએ વિગતવાર જણાવ્યું.
ગુજરાતના દરેક જિલ્લામાં તેના 79 જીડીપી સેન્ટર્સના નેટવર્ક દ્વારા પ્રથમ ક્રમાંકની સ્થિતિનો આનંદ માણતા, જીડીપી એ વિશ્વમાં મફત ડાયાલિસિસ સેન્ટર્સનું સૌથી મોટું સરકારી નેટવર્ક છે, નાણાકીય વર્ષ 2023 ના અંત સુધીમાં 50 દરિયાકાંઠાના સેન્ટર્સનો ઉમેરો થશે. આઇકેડીઆરસીદ્વારા સંચાલિત, 500 મશીનોથી સજ્જ જીડીપી સેન્ટર્સ દર મહિને અંદાજે 30,000 ડાયાલિસિસ કરે છે.
ફેરફેક્સ ઈન્ડિયા ચેરિટેબલ ફાઉન્ડેશન, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ પ્રોગ્રામ ( પીએમએનડીપી ) હેઠળ દેશભરમાં ડાયાલિસિસની પહોંચ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન તરફથી ઉદાર દાન દ્વારા 27 કેન્દ્રો પર 96 ડાયાલિસિસ મશીની ઓફર કરીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામને તેનો ટેકો આપ્યો છે. જીડીપીએ 2010 થી ગુજરાતમાં રેનલ કેરની જરૂરિયાત ધરાવતા હજારો દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં મોખરે રહેવાની તેની સ્થિતિ જાળવી રાખી છે . આઇડીઆરસીદ્રારા તાલિમબદ્ધ સહાયક સ્ટાફ સહિત 400 ટેકનિશિયનના સ્ટાફ સાથે, જીડીપીદર્દીઓની સામાજિક – આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દર્દીઓના મુલાકાત સમયે કોઈ પણ પ્રકારના ખર્ચ વિના ઉચ્ચ ગુણવત્તાની ડાયાલિસિસ સુવિધા પૂરી પાડે છે.