કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર વોર કે ડિઝાસ્ટરની અત્યંત કટોકટીભરી પરિસ્થિતિમાં માનવ જીવનને રક્ષણ અને સલામતી પૂરી પાડતી અભેદ્ય સુરક્ષા કવચની હાઇટેક ફુલપ્રુફ સીસ્ટમ વિકસાવાઇ
ગુજરાત સરકાર સાથે પણ એમઓયુ કરાયા – જો કે, હાલ સીબીઆરએનડી બંકર્સ એક્ષ્પોર્ટ માટે જ રહેશે, ગુજરાત સરકાર સાથે થયેલ કરાર મુજબ, કુલ પ્રોડકશનના 20 ટકા ગુજરાત માટે ફાળવાશે
અમદાવાદ, ગાંધીનગર અને ભારતમાં મેન્યુફેકચરર્સ યુનિટ – એક બંકર યુનિટનો અંદાજિત ખર્ચ બે કરોડ રૂપિયાનો પરંતુ માનવજીવનની સલામતી માટે ફુલપ્રુફ સુરક્ષા કવચ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, 3
માનવ, પ્રાણીઓ અને કૃષિ જીવની આરોગ્ય સંભાળ, સલામતી અને સુરક્ષા માટે કામ કરતી માનવતાવાદી સંસ્થા સર્કલે આપત્તિ દરમિયાન માનવ જીવનની સલામતી અને સુરક્ષા માટે કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર ડિફેન્સ (સીબીઆરએનડી) બંકર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. સીબીઆરએનડી બંકર્સ સીબીઆરએનડી ડિફેન્સ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે સર્કલના નેજા હેઠળનું ઓનલાઇન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઓટીઆરઆઇ)નો એક વિભાગ છે.
ઓનલાઇન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઓટીઆરઆઇ) એ એક ખાનગી, સ્વરનિર્ભર સંશોધન સંસ્થા છે, જે સોમચંદ ડોસાભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ, ઈન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગમાં છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે. ઓટીઆરઆઈ વિવિધ વિષયો પર સુરક્ષા અને આરોગ્યસંભાળના પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યું છે. ખાસ કરીને ટેલિ-હેલ્થકેર ક્ષેત્રે, ટેલિમેડિસિનનો ઉપયોગ માત્ર માનવજાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો ઉપયોગ પ્રાણીઓ, પક્ષીઓ, કૃષિ-પાક મેનેજમેન્ટ માટે પણ થાય છે. સંશોધનનો પ્રથમ અને બીજો તબક્કો પૂર્ણ થયો છે અને વાણિજ્યિક પ્રોજેક્ટ્સ થોડાં વર્ષોથી કાર્યરત છે અને તે ભારત અને દુનિયાભરના લોકોને લાભ પ્રદાન કરે છે.
સીબીઆરએનડી બંકર્સના લોન્ચિંગની જાહેરાત કરતાં, ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને સોમચંદ ડોસાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ (એસડીસીટી)ના ડિવિઝન, સીબીઆરએનડી ડિફેન્સ રિસર્ચના ચેરમેન અને વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી રાગેશ એમ શાહે જણાવ્યું હતું કે “અમે ભારતમાં પ્રથમ વખત સીબીઆરએનડી બંકર્સ અને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરવાની જાહેરાત કરતા રોમાંચનો અનુભવ કરી રહ્યાં છીએ. અમે વિવિધ સરકારી વિભાગો સાથે મળીને બંકરોને માઇક્રો લેવલે ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહ્યા છીએ.”
સીબીઆરએનડી ડિફેન્સ રિસર્ચના ચેરમેન અને વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી રાગેશ એમ શાહે વધુમાં ઉમેર્યું કે, રાસાયણિક, જૈવિક રેડિયોલોજિકલ અને પરમાણુ આપત્તિની વાસ્તવિક કટોકટી સમયે સીબીઆરએનડી બંકર ઉપયોગી થઈ પડશે કારણકે અમે વરિષ્ઠ નાગરિકો, શારીરિક રીતે વિકલાંગ દિવ્યાંગો, મહિલાઓ, બાળકો માટે એસઓએસ સુરક્ષા અને ટેલિ-હેલ્થ સિસ્ટમ વિકસાવી છે, જેમાં વપરાશકર્તાઓએ કટોકટીના સમયે તાત્કાલિક સુરક્ષા અને તબીબી સહાય મેળવવા માટે એસઓએસ બટન દબાવવું પડશે. એસઓએસ સિસ્ટમની પુરતી જાણકારીને કારણે કટોકટી અથવા આપત્તિના સમયે પ્રતિસાદ આપવો સરળ બને છે. “
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “નાના અને મધ્યમ કદના બંકરોનું ઉત્પાદન ગુજરાતમાં થશે અને સમગ્ર વિશ્વમાં તેનું પરિવહન કરવામાં આવશે, જેમાંથી 20 ટકા અમે જરૂર પડશે ત્યારે આપણા દેશ માટે અનામત રાખીશું.” સીબીઆરએનડી ડિફેન્સ રિસર્ચના ચેરમેન અને વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી રાગેશ એમ શાહે જણાવ્યું હતું કે, ઓટીઆરઆઈ અગાઉ સીબીઆરએનડી ટેકનોલોજી પર કામ કરી ચૂકી છે, જે વિશિષ્ટ અને દેશની સૌથી મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી છે, અને સમગ્ર સમાજ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. કોમ્બેટ સિસ્ટમ કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ એન્ડ ન્યુક્લિયર ડિફેન્સ સિસ્ટમ (સીબીઆરએનડી) જે તેના પ્રકારની પ્રથમ ન્યુક્લિયર રેડિયેશન મોનિટરિંગ, બાયોલોજિકલ સ્કેનિંગ અને સર્વેલન્સ, કોમ્બેટ સિસ્ટમ સાથે ટેલિ-હેલ્થકેર અને રિહેબિલિટેશન ટેકનોલોજી સાથેની દેખરેખ રાખે છે અને તે વાસ્તવિક સીબીઆરએનડી આપત્તિઓના સમયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેણે જાન્યુઆરી, 2015થી તમામ મોડ્યુલો સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે.
#bharatmirror #bharatmirror21 #news