નીતા લીંબાચીયા, અમદાવાદ
:૨૩/૦૩/૨૦૨૨:
વિશ્વના સૌથી ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ભૂમિ “” સિયાચીન ગ્લાસિયર “‘ ની ૧૯૦૦૦ ફીટ ની ઊંચાઈ પર આવેલ “”ચંદન પોસ્ટ”” જે સરક્ષણ દ્રષ્ટિએ ખુબજ વ્યૂહાત્મક અગત્ય ની જગ્યા છે. ત્યાં અમદાવાદના કેપ્ટન નિલેશ સોની અતિ વિષમ પરિસ્થિતિ -૬૦ ડિગ્રી તાપમાન માં સપ્ટેમ્બર -૮૬ થી ફરજ બજાવતા હતા.
૧૧ ફેબ્રુઆરી ૧૯૮૭ દિવસ ની રાત્રી એ કેપ્ટન નિલેશ સોની તેમનું રાત્રી ભોજન સમાપ્ત કરી રાત્રી ફરજ બજાવતા સૈનિકો ને જરૂરી સુચના આપી સુવા ગયા. તેમને ખબર ન હતી આ તેમના જીવનની આખરી રાત્રી હશે. વહેલી સવારે ૧૨ – ફેબ્રુઆરી એ રાત્રી ફરજ બજાવતા સૈનિકો એ દૂર દુશ્મનો ની હિલચાલ જોઈ અને તુરત કેપ્ટન નિલેશ સોની ને આખીય પરિસ્થિતિ ની જાણ કરી. કેપ્ટન નિલેશ સોની તુરતજ સમજી ગયા કે પાકિસ્તાની સેના દ્વારા “”ચંદન પોસ્ટ “”ઉપર કબજો લેવા દુશ્મનો હુમલો કરવા ની તૈયારી માં છે.
કેપ્ટન સોની તેમના તમામ જવાનો ને દુશ્મનો નો સામનો કરવા તૈયાર રહેવા સાબદા કર્યા અને બંને બાજુથી તોપ ના ગોળા છૂટવા લાગ્યા. બહાદુરી પૂર્વક લડી કેપ્ટન સોની એ દુશ્મનોને પીછે હઠ કરવાની ફરજ પાડી. પરંતુ દુશ્મનો દ્વારા છોડવા માં આવેલ તોપ ના ગોળા કેપ્ટન સોની જ્યાંથી લડી રહ્યા હતા ત્યાં ની પાછળ આવેલ અતિ વિશાળ બરફના પહાડ ઉપર પડતા બરફ કેપ્ટન સોની ઉપર પડતા તેમને દેશની પ્રજાના રક્ષણ માટે ૨૫ વર્ષ ની ઉંમરે વીરગતિ પ્રાપ્ત કરી હતી. કેપ્ટન નિલેશભાઈ સોની નાં સ્મારક ઉપર ફૂલો નાં હાર એમના પરિવાર અને લશ્કર નાં અધિકારીઓ દ્વારા પેહરાવી ને શ્રધાંજલિ આપવામાં આવી હતી.
તો આજ રોજ શહિદ દિવસ નિમિતે એમના પરિવાર ને ખાસ દિલ્હી થી મોકલવામાં આવેલ મોમેંટો એમના પરિવાર ને આપવામાં આવ્યું. આ પ્રસંગે આખું વાતાવરણ દેશભક્તિ થી રંગાઈ ગયું હતું. આ પ્રસંગે લશ્કર નાં સતીશકુમાર, પાલડી વિસ્તાર નાં મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રીમતી પૂજા દવે હાજર રહી ને કેપ્ટન નિલેશભાઈ સોની પ્રત્યે એમની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે NCC નાં અનહદ પરસારે એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.