નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:04 ફેબ્રુઆરી 2022:
ઢળતી ઉંમરે સિનિયર સિટીઝનની કાળજી લેવી ખૂબ જરૂરી છે. ખાસ કરી ને તેમના હેલ્થ ને લગતી બાબતોનું ધ્યાન રહે તે હેતુથી “પિક્સેલ પ્લસ ડાયગ્નોસ્ટીક” તેમને હેલ્થ કાર્ડ આપી રહ્યું છે.
અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા “પિક્સેલ પ્લસ ડાયગ્નોસ્ટીક” ખાતે હેલ્થ કાર્ડ નું ઉંદધાટન 1 માર્ચ 2022 ના રોજ કર્યું છે . જો કે “પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટીક” દ્વારા સમાજ ને હેલ્લી અને ફિટ રહેવાની મેસેજ પણ આજના આ દિવસે આપવામાં આવ્યો છે. જે હેતુથી સિનિયર સિટીઝન માટે યોગ અને હળવી કસરતનું એક સેશન યોજવામાં આવ્યું હતું ત્યાર બાદ હેલ્થ કાર્ડ લોન્ચ કરાવવામાં આવ્યું હતું. કાર્ડ લોન્ચ ના દિવસે 1000 થી પણ વધારે સિનિયર સિટીજન ને આનો લાભ મેળવ્યો હતો, અને 500 થીવધારે લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યા હતા.
કેટલાક સિનિયર સિટીઝનને આ ઉંમરે પૈસાથી લઈને દરેક પ્રકારની પ્રોબ્લેમ હોય છે, જેઓ રૂટીન ચેકઅપ કરાવી શકે અને મદદ મળી રહે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખરા અર્થમાં “પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટીક” નો આ એક સેવાયજ્ઞ કહી શકાય છે. પિક્સેલ પ્લસ ની ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે અમે અમારા સમાજ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે અમે વડીલો માટે આરોગ્ય અભિયાન શરૂ કર્યું છે. પિક્સેલ પ્લસ પર અમે અમારા વડીલોની સંભાળ રાખવાની જરૂરિયાતને સમજીએ છીએ, અને અમે તે કરવાનું વચન આપીએ છીએ.
#bharatmirror #bharatmirror21 #news # pixel plus diagnostic #health cardr fo senior citizen
#ahmedabad