નીતા લીંબાચીયા, અમદાવાદ
:29 માર્ચ 2022:
છેલ્લા એક વર્ષથી એરઈન્ડિયા દ્વારા દેશની IATA માન્ય ટ્રાવેલ એજન્સીઓને કેનેડાની એર ટિકિટો ઈસ્યું કરવા પર રોક લગાવી છે. જેના કારણે ગુજરાતની ટ્રાવેલ્સ ઇન્ડ્રસ્ટ્રીઝને ખુબ મોટું નુકશાન થઈ રહ્યું છે. કારણકે ગુજરાતમાં થી કેનેડા માટે ફક્ત એર ઈન્ડિયા જ ફ્લાઇટનો વિકલ્પ છે. જ્યારે મુંબઈ દિલ્લીની એજેન્સીઓ માટે બીજા ગણા વિકલ્પો છે.
અત્યારે દેશમાં અન્ય દેશની દરેક એરલાઈન્સનું ભારતીય ટ્રાવેલ એજન્સીઓ દ્રારા બુકિંગ કરી શકાયછે ત્યારે ટાટા એરઈન્ડિયાનુ બુકિંગ ભારતની જ ટ્રાવેલ એજન્સી નથી કરી શકતી. અને અન્ય દેશોની ટ્રાવેલ એજન્સીઓ ટાટા એર ઈન્ડિયાનુ બુકિંગ કરી શકે તે અત્યંત દુખદ છે. અને દેશની ટ્રાવેલ ઈન્ડ્રસ્ટ્રીજ માટે આ મોટી લાચારી છે. ટાટા એરઈન્ડિયા સતત તેની મનસુબીથી બેફામ ભાડા વધારા તેમજ ટ્રાવેલ એજન્સીઓના બુકિંગના હક સાથે વારંવાર ચેડા કરી રહી છે. છેલ્લા એક વષઁથી એરઈન્ડિયા દ્રારા કેનેડાની અને ઓસ્ટ્રેલિયાની ટીકિટોના બુકિંગ ઓનલાઈન કરી IATA TRAVEL કંપનીઓને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર ટિકિટ બુકિંગ માટેના એક્સેસ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે કોવિદ પછી ધીમે ધીમે થાળે પડતી ટ્રાવેલ ઈન્ડ્રસ્ટ્રીજ પર એરઈન્ડિયા દ્રારા મોટી તકલીફ ઉભી કરવામાં આવી છે. અને અત્યારે હજારો સ્ટાફને પગાર આપવાનુ પણ મુશ્કેલ પડી રહ્યું છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રી દેશને આત્મનિર્ભર બનાવી દેશની પ્રગતિ માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે એરઇન્ડિયા દ્રારા પોતાની મનસુબાથી લેવાયેલ ગેરકાયદેસર નિર્ણયને અમે સખત શબ્દોમાં વખોડીને અને તાત્કાલિક IATA સિસ્ટમ પર એર બુકિંગ શરુ કરવા વિનંતી કરી હતી. અને આ અંગે અમોએ મૌખિક અને લેખિતમાં એરઈન્ડિયા અમદાવાદને બે વખત મોટી સંખ્યામાં જઈ એરઈન્ડિયા મેનેજરને આવેદનપત્ર આપી અને વિનંતી કરાઈ હતી કે તારીખ ૨૯ માર્ચ પહેલા આ અંગે યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાતની ટ્રાવેલ ઈન્ડ્રસ્ટ્રીજ દ્રારા ગાંધી ચિંધ્યા માર્ગે એરઇન્ડિયાની અમદાવાદ ઓફિસે ધરણાનો કાર્યક્રમ કરી આંદોલન કરવામાં આવશે.
જેની સંપુણઁ જવાબદારી એરઈન્ડિયાની રહેશે. પરંતુ અમારી માગણીને નજરઅંદાજ કરી એરઈન્ડિયા દ્રારા પોતાની મનસુબાથી નિર્ણય લઈ હજારો ટ્રાવેલ એજન્ટ અને કામ કરતા કર્મચારીઓને બેકારી તરફ લઈ જવાના નિર્ણય સામેના વિરોધ માટેનો તેનો ઉકેલ લાવવા ગુજરાતના તમામ એસોસિઅશનો
એક સાથે ઈન્ડસ્ટ્રીઝના તમામ મિત્રો સાથે રહી આજે ૨૯ માર્ચ ના સવારે ૧૧:૦૦ થી ૫:૦૦ કલાકે ધરણાં ટાટા, એરઇન્ડિયા ઓફિસ સામે મોટી સંખ્યામાં ઈન્ડ્રસ્ટ્રીઝ તથા એસોસિઅશન દ્રારા આયોજન કરાયુ છે. એરઈન્ડિયાને ટાટાએ ખરીદી લીધી ત્યારે ટાટા દ્રારા તાત્કાલિક ટ્રાવેલ એજન્સીના હિતને ધ્યાને રાખી ટ્રાવેલ એજન્સીના ટિકિટીંગ કરવા હક પરત કરે .