અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨:
આ ઓપરેશન અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી આવી ગયા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા
મુખ્યમંત્રીશ્રી એ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે. તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ શ્રી હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે આ વેળા એ જોડાયા હતા.

આ વિદ્યાથીઓ અને તેમના માતા પિતાએ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી નો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર વ્યકત કર્યો હતો
#bharatmirror #bharatmirror21 #news #ukren #ahmedabad
