ફોકલ થીમ – સામુચિક ભવિષ્ય માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં સંકલિત અભિગમ 28 ફેબ્રુઆરીએ 2022 દરમિયાન સાયન્સ સિટી, અમદાવાદ
નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા: ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨:
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી 1986થી પ્રતિવર્ષ 28 ફેબ્રુયારીએ સર સી.વી. રમનના ‘રમન ઇફેક્ટ’ ની શોધના માનમાં ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓને સામાજિક વિકાસ માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના મહત્વ વિષે પ્રેરિત કરવા અને સામાન્ય નાગરિકોમાં વિજ્ઞાનની હકારાત્મક છબી પ્રદાન કરવા માટે આ ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ની થીમ ‘સામુચિક ભવિષ્ય માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં સંકલિત અભિગમ’ છે. વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને સામાન્ય નાગરિકોમાં જાગૃતિ અને વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધારવા અને પ્રોત્સાહિત કરવા ટાટા વિજ્ઞાન અને ટેકનૉલોજી, સર્જનાત્મક્તા, તથા વૈજ્ઞાનિક અભિગમમાં વધારો કરવા માટે આ થીમ ની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન ની ઉજવણીના ભાગ રૂપે સંયુક્ત રીતે 26 થી 28 ફેબ્રુઆરી 2022 દરમિયાન સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય વિજ્ઞાન ઉત્સવ નું આયોજન કરાયું છે.
આ વિજ્ઞાન ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા યૂથ પાર્લામેન્ટ , મોડલ રોકેટ્રી પર હેન્ડ્સ ઓન વર્કશોપ , આકાશ દર્શન , સાયન્સ કાર્ટનમાં ક્રિએટિવ સાયન્સ, ફન વિથ કેમેસ્ટ્રી , વૈજ્ઞાનિક સંવાદ અને સાંસ્કૃતિક રજૂઆત વગેરે પ્રવૃતિઓ નો સમાવેશ છે. મોટા પ્રમાણમાં શાળા અને કોલેજના વિજ્ઞાર્થીઓને કાર્યક્રમમાં ભાગ લેવા તથા સાયન્સ સિટી માં વોક થ્રુ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર ના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, તથા ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા, 28 ફેબ્રુઆરીએ 2022ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે બપોરે 4 :00 કલાકે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, ગાંધીનગર ના ડાયરેક્ટર શ્રી વિપિન કુમાર યુવા વિદ્યાર્થીઓએ સાથે સંવાદ દ્વારા સર્જનાત્મક વિચારો અને નવીનીકરણ વિશે ચર્ચા કરશે.
ગુજકોસ્ટ દ્વારા ગુજરાત ની STI નીતિ નો અમલ થઈ રહ્યો છે જે સામુચિક ભવિષ્ય માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ના વિચાર ના હાર્દમાં છે. આ ઉપરાંત રાજયના નાગરિકોમાં વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર માટે ગુજકોસ્ટ પાટણ, રાજકોટ, ભાવનગર અને ભુજ ખાતે ચાર સ્થાનિક વિજ્ઞાન કેન્દ્રો પણ સ્થાપી રહ્યું છે.
વધુમાં, તમામ 33 જિલ્લાઓના કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે પણ બહોળા પ્રમાણ માં વિદ્યાર્થીઓ અને જનસમુદાય ને સાંકળી વિવિધ પ્રવૃતિઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિજ્ઞાન ના રહસ્યો ને જાણવા માટે નો ખાસ દિવસ છે અને આ દિવસે સાયન્સ સિટી ની મુલાકાત થી વધુ શ્રેષ્ઠ શું હોય શકે!