નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨:
ગુજરાત ના જાણીતા યુવા જ્યોતિષી અને સામાજિક કાર્યકર ડૉ.ધાર્મિક પુરોહિત ને રાય યુનિવર્સીટી ખાતે યોજાયેલ આઠમાં પદવીદાન સમારંભ માં PHD ની પદવી આપવામાં આવી હતી.
જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની ઓનલાઇન ઉપસ્થિતિની સાથે રાય યુનિવસીટીના પ્રેસિડેન્ટ ડો. હર્બીન અરોરા, પ્રોવેસ્ટ ડો. અનિલ તોમર, RDC ડિપાર્ટમેન્ટ ના અધ્યક્ષ ડો. આશિષ રામી જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ડૉ. ધાર્મિક પુરોહિતએ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન ની દેવાલયો માં કેમ જરૂર છે. અને તેમાં દેવાલય ના અને સરકારી અધિકારી ની શું કામ ગિરી હોય તેવા ગંભીર વિષય પર પોતાનું સંશોધન કર્યું હતું.