ગુજરાતના 60 જેટલા લેખકો દ્વારા ગુજરાતી, હિન્દી સહિત અલગ-અલગ ભાષામાં લખાયેલા પુસ્તકોનું સાહિત્યજગતના મહાનુભાવોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે વિમોચન સંપન્ન
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા પણ નિર્ઝરી રાજેશ શાહના આટલા સુંદર પુસ્તકના અનોખા પ્રયાસને બિરદાવાયો
ગુજરાતમાં એક જ મંચ પર એકસાથે જુદા જુદા લેખકોના 60 જેટલા પુસ્તકોનું વિમોચન થવાનો અનોખો રેકોર્ડ બન્યો, જેને લઇ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, ગુજરાતનું ગૌરવ વધારતી સાહિત્યજગતની ઇવેન્ટ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.25
અમદાવાદના યુવાન લેખિકા નિર્ઝરી રાજેશ શાહે ફેડરેશન ઇન્ટરનેશનલ લૉ, મેડિસિન, એથિક્સ અને ઇનોવેશનના “દવા અને દાવા વિનાની દુનિયા” ના અભિયાન અંતર્ગત “જિંદગી જીવવાની કળા – કેન્સર એક ઓળખ” માતૃભાષામાં લખાયેલ પુસ્તક ગઈકાલના આંતરરાષ્ટ્રીય ભાષા દિન ના ઉપક્રમે ગુજરાતમાં પ્રસિદ્ધ કરીને અનોખો રેકોર્ડ એવૉર્ડ પ્રાપ્ત કર્યો છે. નિર્ઝરી રાજેશ શાહના આ અનોખા પ્રયાસને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી , સાહિત્યકાર માયાભાઇ, રાજભા ગઢવી, પ્રદીપ જોશી, ઇન્ટરનેશનલ લો, મેડિસીન, એથીક્સ અને ઇનોવેશન ફેડરેશનના પ્રમુખ ડો. રાજેશ શાહ વિગેરે દ્વારા પણ આ અનોખા રેકોર્ડને બિરદાવવામાં આવેલ છે. નિર્ઝરી શાહે તેમની માતૃભાષા એવી ગુજરાતી ભાષામાં જિંદગી જીવવાની કળા – કેન્સર એક ઓળખ પુસ્તક સહિત એક જ મંચ પર એકસાથે 60 પુસ્તકોનું વિમોચન થતાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થતાં ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધારી એક અનોખી સિધ્ધિ હાંસલ કરી છે.
ગુજરાતના 60 જેટલા લેખકોએ એકી સાથે, એકજ પ્લેટફોર્મ દ્વારા વિવિધ વિષયોના પુસ્તકો આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંકલ્પ સાહિત્ય સમૂહ અને નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશનના સહિયારા પ્રયાસ થી પ્રકાશિત કરતા તેઓએ “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ” અને “એશિયા બુક ઓફ રેકોર્ડ” માં એવૉર્ડ રૂપ સ્થાન પ્રાપ્ત થયું. ગુજરાતના સાહિત્ય જગતની આ બહુ જ નોંધનીય અને ગુજરાત માટે ગૌરવવતી આ ઇવેન્ટ કહી શકાય.
સાહિત્યજગતના આ ગાૈરવવંતા કાર્યક્રમમાં રાજયના 60 જેટલા જુદા જુદા લેખકો દ્વારા લખાયેલા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી એમ ચાર ભાષામાં પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું ગૌરવ વધારનાર નિર્ઝરી રાજેશ શાહે પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ એપીક હોસ્પિટલ, અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે. તેણીએ ભરત નાટયમ્ પણ પૂર્ણ કર્યું છે.
કેન્સરના દર્દીઓને જે જે તકલીફો અને હાલાકી પડતી હતી અને તેમને કેન્સરનો ભય જે સતાવે છે તે અંગે સાચુ માર્ગદર્શન અને જાણકારી તેમ જ તબીબી સમજ મળી રહે તે પ્રકારનો બહુ સુંદર અને નમ્ર પ્રયાસ આ પુ્સ્તક મારફતે કર્યો છે, સામાન્ય માણસ પણ જિંદગી જીવવાની કળા – કેન્સર એક ઓળખ પુસ્તક વાંચીને કેન્સર વિશે સાચી માહિતી અને જાણકારી મેળવી શકે અને બિનજરૂરી ભય અને ભ્રામક માન્યતાઓના ચક્કરમાંથી મુકત થઇ શકે તેવા બહુ ઉમદા હેતુ સાથે નિર્ઝરી રાજેશ શાહે આ પુસ્તકનું બહુ સુંદર નિરૂપણ કર્યું છે.
અગાઉ કોરોના કાળ દરમ્યાન કોરોના વોરિયર્સ તરીકે પ્રશંસનીય સેવાઓ આપવા બદલ આઇજીએચએફ, નવી દિલ્હી તરફથી ડો.નિર્ઝરી શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના રાજય કક્ષાના તત્કાલીન આરોગ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબે દ્વારા તેમને આ સન્માનપત્ર એનાયત કરાયું હતું. ઇન્ટરનેશનલ લો, મેડિસીન, એથીક્સ અને ઇનોવેશન ફેડરેશનના પ્રમુખ ડો.રાજેશ શાહના સુપુત્રી છે. નિર્ઝરી શાહે તેમની માતૃભાષા એવી ગુજરાતી ભાષામાં જિંદગી જીવવાની કળા – કેન્સર એક ઓળખ પુસ્તકને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થતાં ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધારી એક અનોખી સિધ્ધિ હાંસલ કરી છે.
#bharatmirror #bharatmirror21 #news