અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
તા:૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨:
GCCIની યુથ કમિટી એ હયાત હોટેલ, વસ્ત્રાપુર ખાતે GYPL-4 માટે ક્રિકેટ ટીમોની હરાજીનું આયોજન કર્યું હતું. તે અંતર્ગત GYPL – 4 માટે 6 ટીમોના કુલ 90 ખેલાડીઓની હરાજી થઈ.
ટીમ ઓનર્સ યોગેશ ઠક્કર – અર્થ એવેન્જર; નીરવ પટેલ – વોગોમ સ્ટ્રાઈકર્સ; કેયુર દુધાત – પીવી રિન્યુએબલ્સ રેન્જર્સ; માલવ દેસાઈ – રત્નાફિન વોરિયર્સ, ગૌરવ દોશી – ટેરાલેક ટાઇટન્સ; નિકેત શાહ – આત્મનિર્ભર એવેન્જર્સ હરાજી માં ઉપસ્થિત રહ્યા હતા.
3 મહિલા ટીમો અને તેમના કેપ્ટન સહિતની 9 ટીમોની યાદી નીચે મુજબ છે:
- અર્થ એવેન્જર્સ – ઉદીત શાહ
- વોગોમ સ્ટ્રાઈકર્સ – રોહન જરદોશ
- પીવી રિન્યુએબલ્સ રેન્જર્સ – હાર્દિક મહેતા
- રત્નાફિન વોરિયર્સ – અવનીશ કોઠારી
- ટેરાલેક ટાઇટન્સ – દેવમ શેઠ
- આત્મનિર્ભર એવેન્જર્સ – પુરવ પટેલ
મહિલા ટીમ:
- ઝીંઝુવાડિયા સ્ટનર્સ – રાધિકા પટેલ
- વાસા વોરિયર્સ – પલના શાહ
- એલ્યુરિંગ અંબિકા ક્વીન્સ – માનસી મહેતા
નિર્મમ ઝવેરી, ચેરમેન, યુથ કમિટી એ તમામ સ્પોન્સર્સ અને ઉપસ્થિત ટીમ ઓનર્સ નો આભાર વ્યક્ત કર્યો હતો.