અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨:
મોરબી જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા નયનભાઈ અઘારા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.

અત્યાર સુધી ના ૫ કેમ્પ મા કુલ ૨૧૩૫ લોકોએ લાભ લીધો તેમજ ૯૮૮ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૦૪-૦૩-૨૦૨૨ શુક્રવાર ના રોજ સવારે ૯.૦૦ થી ૧.૦૦ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે.

ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૬ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૨૧૩૫ લોકો એ લાભ લીધો હતો તેમજ ૯૮૮ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #morabi #rajkot #jalarammadir #ahmedabad
