નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૨:
ભારત રત્ન લતા મંગેશકરને મોરારી બાપુની શ્રદ્ધાંજલિ બાપુને સમાચાર મળ્યા કે ભારત રત્ન આદરણીયા લતા મંગેશકર એટલે કે લતાદીદી હવે નથી રહ્યાં. તો તેમને વ્યાસપીઠ પરથી આપ સૌને અને ૧૭૦ દેશોમાં કથા સાંભળી રહેલાં સૌ શ્રોતા ભાઈ બહેન ને સાથે લઈ ને લતાદીદી પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
એમનો કંઠ વૈકુંઠ ની યાદ અપાવે છે. કેવો સ્વર, કેવો સુર! વૈકુંઠ શબ્દ નો સમજણ પૂર્વક પ્રયોગ કરું છું કારણ કે વૈકુંઠનું સંગીત સત્વપ્રધાન છે. લતાદીદી ના સ્વરમાં, એમનાં સંગીતમાં સત્વની પ્રધાનતા રહી છે. એમનાં સંગીતમાં કોઇ હોંશિયારી નહી પરંતુ હરિક્રિપા રહી છે.
એમનાં નિર્વાણ ને પ્રણામ કરું છું. સૂર અને સ્વર ના ઍક અદ્ભુત સાધિકા હવે આપણી વચ્ચે નથી પરંતુ એમનું સંગીત આપણી સાથે રહેશે. આપ મૃત્યુ નથી પામ્યાં, શાશ્વતીને પામ્યાં છો.
પુનઃ એક વાર આપની વિદાયને શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. – મોરારિબાપુ