નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૨:
હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન સ્વૈચ્છિક સંસ્થા ગુજરાતના જરૂરિયાતમંદ બાળકોમાં જોવા મળતી જન્મજાત
ખોડખાંપણ, સેરેબ્રલ પાલ્સી, પ્રીમેચ્યોરિટી ઓફ રેટીનોપેથી, જુવેનાઈલ ડાયાબીટીસ, કરોડરજ્જુની ખામીઓ, બાળકુપોષણ વગેરે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. છેલ્લા ૩૪ વર્ષમાં કુશળતા અને આરોગ્યલક્ષી
સેવાઓથી પ્રભાવિત થઇ ગુજરાત સરકારે ૨૦૧૫થી સંસ્થાની હોસ્પિટલને ડિસ્ટ્રીક અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર તરીકે મંજૂરી આપી જેમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોની સારવાર કરવામાં આવે છે.
જન્મજાત સાયટોમેગાલો વાયરસનો (CMV) ચેપ એ સાંભળવાની તકલીફનું સૌથી સામાન્ય બિન-આનુવંશિક કારણ છે. લગભગ ૧૦-૨૧ % જન્મજાત સાંભળવાની તકલીફ જન્મજાત CMV ચેપને કારણે થાય છે. સામાન્ય રીતે દર
૧૦૦૦ બાળકોમાંથી 3 બાળકો અમુક પ્રકારની સાંભળવાની તકલીફ સાથે જન્મે છે.
કોક્લીયર ઈમ્પ્લાન્ટ બહેરા લોકોને અવાજ અને બોલવાની પ્રક્રિયા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. વ્યક્તિ કાનમાં કાનમાં સંપૂર્ણ અથવા લગભગ બહેરી હોવી જોઈએ, કોક્લીયર ઈમ્પ્લાન્ટ એવા લોકો માટે એક વિકલ્પ છે. જેમને કાનની અંદરના નુકસાનથી સાંભળવાની તીવ્ર તકલીફ છે. કોકિલયર ઇમ્પ્લાન્ટ કાનના ક્ષતિગ્રસ્ત ભાગોને બાયપાસ કરીને સાંભળવાની (શ્રવણ) ચેતાને ધ્વનિ સંકેતો પહોંચાડે છે.
આજે, વિકસિત દેશોમાં બહેરા જન્મેલા ૮૦ % બાળકોમાં કોકિલયર ઉપકરણો લગાવવામાં આવે છે. જેના પરીણામે
તેમાંથી કેટલાકને સાંભળવાની (શ્રવણ) ચેતાને ધ્વનિ સંકેતો પહોંચે છે. જે તેમને બોલવામાં મદદ કરે છે. ભારતમાં
લગભગ ૨૦ લાખ બહેરા બાળકો છે. પરંતુ વિડંબના એ છે, કે તેમાં વધુ પડતો ખર્ચ સામેલ હોવાને કારણે તે બહુ લોકો માટે શકય નથી. કોક્લિયર ઇમ્પ્લાન્ટ શસ્ત્રક્રિયામાં આશરે સરેરાશ ૬ થી ૮ લાખનો ખર્ચ છે. અને જે ઇમ્પ્લાન્ટ
ઉપર નિર્ભર રહે છે.
બાળકોને ૧૦-૧૨ મહીનાની ઉંમરે કોક્લિયર ઇમ્પ્લાન્ટની શસ્ત્રરિયા થઇ શકે છે. અને જન્મજાત બહેરા બાળકને 3 વર્ષ પહેલાં જો શક્ય હોય તો વહેલી કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવવી જોઈએ તો પરિણામો સારા મળે છે.