નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨:
અમદાવાદ શહેરના ડિરેક્ટર કર્તવ્ય શાહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ ફિલ્મ ધુમ્મસને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોડક્શન કંપની રિમેક કરશે. થોડા સમય પહેલા આ ફિલ્મ એક ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ છે. અને રિલીઝ થતા ચેન્નાઈની નીધે ક્રિએશનને આ ફિલ્મ ખૂબ ગમી અને તેમણે ધુમ્મસ ફિલ્મના મેકર્સને મેઈલ મોકલીને તેમની ફિલ્મના રાઈટ્સ માગ્યા. આ અંગે વાત કરતા ફિલ્મ ધુમ્મસના ડાયરેક્ટર કર્તવ્ય શાહે જણાવ્યું કે, આ ફિલ્મને ભાવેશ ઉપાધ્યાય, કેયુર શાહ અને વિવેક શાહ દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે. અને ભાર્ગવ ત્રિવેદી દ્વારા લખવામાં આવી છે. પહેલીવાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવુ બન્યુ છે કે કોઈ ગુજરાતી ફિલ્મની સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્સ્ટ્રીઝ રિમેક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જેથી તેમને આ ફિલ્મના રાઈટ્સ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેઓ સાઉથ ઈન્ડિયનની એક ભાષામાં આ ફિલ્મની રિમેક બનાવશે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે માઇલસ્ટોન સમાન ઘટના
@ ફિલ્મ ધુમ્મસની રાઈટ્સની ડિમાન્ડ સાઉથની ફિલ્મ કરે તે મારા માટે ગર્વની બાબત છે. આ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન કહી શકાય તેવી ઘટના છે.
- જયેશ મોરે
@ ગુજરાતી ફિલ્મનું સાઉથ વર્જન બનવું એ ગુજરાતી સિનેમા જગત માટે ગર્વની બાબત છે.
@ સાઉથ ઈન્ડિયન ફિલ્મની રિમેક મોટાભાગે ગુજરાતીમાં થતી હોય છે પણ આ પહેલીવાર એવુ બની રહ્યું છે, કે કોઈ ગુજરાતી ફિલ્મની રિમેક સાઉથ ઈન્ડિયનમાં બનશે. જે ગુજરાતી સિનેમા જગત માટે ગર્વની બાબત છે.
- કિંજલ રાજપ્રિયા