નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્સર અવેરનેસ અને નિવારણ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિનિયર હેડ એન્ડ નેક કેન્સર સર્જન તથા ઓરલ કેન્સરના માટે જાણીતા HCG કેન્સર કેરના ડો.પૂર્વી પટેલ, ચીફ કન્સલ્ટન્ટ સર્જન, બ્રેસ્ટ કેન્સર ક્લિનકના હેડ સામવેદ હોસ્પિટલના ડાયરેક્ટર, ડો. શેફાલી દેસાઈ સેમિનાર માં સ્પીકર તરીકે હાજર રહ્યા હતા.
ડો. પૂર્વી પટેલ, ઓરલ કેન્સરના નિષ્ણાત, કેન્સર ના રિસ્ક ફેક્ટર, કારણો, લક્ષણો, નિદાનના તબક્કાઓ અને તેની સારવાર અને યુવાનો તેને કેવી રીતે રોકી શકે તે વિશે જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018માં ઓરલ કેન્સર દેશમાં સૌથી વધુ કેસ ગુજરાત રાજ્યમાં હતા.
ડો.શેફાલી દેસાઈ, બ્રેસ્ટ કેન્સર સર્જને, બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ, વહેલા નિદાનના મહત્વ વિશે વાત કરી હતી.