નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨:
માનનીય વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયાના ડ્રોન સ્ટાર્ટઅપ ગરૂડ એરોસ્પેસના એકમોનું 18 ફેબ્રુઆરીના રોજ વિડિયો કોન્ફરન્સિંગથી 2 સ્થળો પર એક સાથે વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું. આ વિલક્ષણ અને નવસર્જનયુક્ત સમારંભમાં માનનીય વડાપ્રડાન તેમના કમાન્ડ સેન્ટર ખાતે એક ડ્રોન બટન દબાવતા જોવા મળ્યા જેના પરિણામે 100 ગામડાઓમાં 100 કિસાન ડ્રોન એકસાથે ઉડાડવામાં આવ્યા હતા.જે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે પ્રગતિશીલ ભારતના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 16 જુદા-જુદા રાજ્યોમાં કૃષિ-સંબંધી છંટકાવની કામગીરી શરૂ કરવા માટે હતું.
ગુડગાંવમાં ગરૂડનું 110,000 ચોરસ ફીટમાં ફેલાયેલું અને ડેફ્સિસ સોલ્યુશન્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ શરૂ કરાયેલું ઉત્પાદન એકમ ઉન્નત ડિઝાઇન અને પ્રોટોટાઇપ પરીક્ષણ ક્ષમતાઓથી સજ્જ છે. 2.5 એકરનું એકમ ડ્રોન સોફ્ટવેર ડિઝાઇન, હાર્ડવેર માળખાકીય પરીક્ષણ, પ્રકાર પ્રમાણન અને દરરોજ 40 ડ્રોનની ઉત્પાદન ક્ષમતા ધરાવતું કેન્દ્ર છે. નોંધનીય છે કે આ એકમ ખાતે સંરક્ષણ મંત્રાલય (MOD) તરફથી 33 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ ખરીદીના ઓર્ડર્સ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગરૂડનો સૂચિત ચેન્નાઇ પ્લાન્ટ 20 એકરના એકમમાં આવેલો છે જ્યાં આગામી 2 વર્ષમાં 100 ડ્રોન રોજના ધોરણે અને 1,00,000 કિસાન ડ્રોનના મોટા પાયે ઉત્પાદનની ક્ષમતા વિકસાવવાનું આયોજન છે. આ સ્થળ સૂચિત આર.પી.ટી.ઓ. (રિમોટ પાયલટ ટ્રેનિંગ) એકમ પણ છે જે ડ્રોન પાયલટ બનવાના ઇચ્છુકોને તાલીમ આપવાનો હેતુ ધરાવે છે. આશરે 100થી વધુ વિદ્યાર્થીઓ અને ડ્રોન પાયલટ આકાંક્ષીઓએ માનનીય વડાપ્રધાનનું અગ્નિ કોલેજ ઓફ ટેક્નોલોજી, ઓએમઆર, ચેન્નાઇ ખાતે યોજાયેલા સમારંભમાં સ્વાગત કર્યું.
માનનીય વડાપ્રધાને પાછલા 2 વર્ષમાં ગરૂડ એરોસ્પેસની અસામાન્ય વૃદ્ધિ બદલ સ્ટાર્ટઅપના વખાણ કર્યા અને વધુ ને વધુ યુવાનોને ડ્રોન સેકટર માટે પ્રોત્સાહન આપ્યું જે તેમના મતે નજીકના ભવિષ્યમાં વધુ ઊંચાઇ પામશે.
“ડ્રોનને લગતા નિયમો 2021 માં ઉદાર બનાવ્યા પછી, સરકારે ડ્રોન શક્તિ અંગે અને વિદેશી ડ્રોનના આયાત પર પ્રતિબંધ જેવા મોટા નીતિવિષયક નિર્ણયો લઇને આત્મનિર્ભર ભારતને સતત પ્રોત્સાહન આપ્યું છે”, એમ વડાપ્રધાને જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું, “ગરૂડ એરોસ્પેસ આગામી 2 વર્ષોમાં 1,00,000 મેક ઇન ઇન્ડિયા ડ્રોન્સનું ઉત્પાદન કરવાનું અને 2.5 લાખ કુશળ યુવાનોને સીધી કે આડકતરી રીતે રોજગાર આપવાનું લક્ષ્ય ધરાવે છે કારણ કે ડ્રોન્સ નોકરી આપશે એટલું જ નહીં, તેઓ કૃષિ, મોજણી, દેખરેખ જેવા ક્ષેત્રો અને ઉદ્યોગોના 4.0 સ્તરના ઉન્નતિકરણ માટે પણ સજ્જ છે”.
“સૌથી વધુ નવસર્જનયુક્ત વર્ચ્યુઅલ લૉન્ચનું આયોજન કરવું જેમાં ડ્રોન્સનો ઉપયોગ થયો હોય અને વધુ ખાસ વાત કે એ ભારતના રોલ મોડેલ અને મારા આદર્શ મોદીજીની હાજરીમાં થવું, એ મારા જીવનનું સૌથી મોટું સન્માન હતું”, એમ ગરૂડ એરોસ્પેસના સ્થાપક સીઇઓ અગ્નિશ્વર જયપ્રકાશે જણાવ્યું હતું. પોતાના સંબોધનના અંતે તેમણે કહ્યું હતું, “અમારા ડ્રોન એકમોનું વડાપ્રધાનના હસ્તે લૉન્ચ ગરૂડની એ દૃષ્ટિને બળ પૂરૂં પાડે છે, જેમાં તે ભારતનું સૌથી પહેલું એવું ડ્રોન યુનિકોર્ન સ્ટાર્ટઅપ બનવા માગે છે જે 6 લાખ ડ્રોનનું ઉત્પાદન કરતું હોય અને 2025 સુધીમાં ભારતના દરેક ગામડામાં 1 ડ્રોન ગોઠવી શકતું હોય”!