ડાઇકિનના નવા રેસીડેન્સીયલ સ્પ્લિટ એસીની ખાસ વિશેષતાઓ એ છે કે તે ફયુચર ટેકનોલોજીથી સુસજ્જ, ફોર સ્ટાર રેટેડ, વાઇફાઇ કનેકટેડ અને વોઇસ ઇનેબલ સુવિધા ઉપરાંત, ભારે વીજબચત કરાવતું સૌથી શકિતશાળી અને કાર્યક્ષમ એસી છે, જેમાં પાવર અને વીઝીબીલીટી ગ્રાહકને આપવામાં આવ્યા છે.
આ નવી રેન્જના એસીમાં સ્ટ્રીમર ડિસ્ચાર્જ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે બેકટેરિયા, જીવાણુઓ અને હવામાં ફરતા વાયરસને નાશ કરી એકદમ શુધ્ધ, આરોગ્યપ્રદ અને પર્યાવરણને અનુકૂળ એકદમ ઠંડી હવા આપે છે.,
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.18
દુનિયાની નં. ૧ એર- કંડિશનિંગ કંપની ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ., જાપાનની ૧૦૦ ટકા સબસિડિયરી ડાઈકિન એર- કંડિશનિંગ ઈન્ડિયા પ્રા. લિ. દ્વારા ઈચ્છનીય ભારતીય ગ્રાહકો માટે ઘરઆંગણે ડિઝાઈન કરેલ અને ઉત્પાદન કરેલાં સ્પ્લિટ
રૂમ એસીની યુવી સીરીઝની નવી રેન્જ રજૂ કરવામાં આવી છે. આ નવી યુ સિરીઝ રેન્જ ભાવિ પેઢી પ્રમાણેની ટેકનોલોજીઓથી સમૃદ્ધ હોવાથી ગ્રાહકોને તેમનાં સંકુલોમાં હવાની શુદ્ધતા અને ઠંડક, સુચારુરૂપે જાળવી રાખે છે. ડાઇકિનના નવા રેસીડેન્સીયલ સ્પ્લિટ એસીની ખાસ વિશેષતાઓ એ છે કે તે ફયુચર ટેકનોલોજીથી સુસજ્જ, ફોર સ્ટાર રેટેડ, વાઇફાઇ કનેકટેડ અને વોઇસ ઇનેબલ સુવિધા ઉપરાંત, ભારે વીજબચત કરાવતું સૌથી શકિતશાળી અને કાર્યક્ષમ એસી છે, જેમાં પાવર અને વીઝીબીલીટી ગ્રાહકને આપવામાં આવ્યા છે. તદુપરાંત, આ નવી રેન્જના એસીમાં સ્ટ્રીમર ડિસ્ચાર્જ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે બેકટેરિયા, જીવાણુઓ અને હવામાં ફરતા વાયરસને નાશ કરી એકદમ શુધ્ધ, આરોગ્યપ્રદ અને પર્યાવરણને અનુકૂળ એકદમ ઠંડી હવા આપે છે., આ પ્રકારની સુવિધાઓ અને ફયુચર ટેકનોલોજીથી સજ્જ ફોર સ્ટાર રેટેડ એસી ગ્રાહકોને વધુ આરામ, સંતોષ અને આનંદ આપશે.
ગુજરાતમાં આજે અમદાવાદ ખાતે ડાઇકિનના આ નવા યુવી સીરીઝના રેસીડેન્સીયલ સ્પ્લિટ એસીની રેન્જ રજૂ કરતાં ડાઇકિનના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ સંજય ગોયલ, ગુજરાતના ઓપરેશન હેડ વિકાસ ગુપ્તા અને વેસ્ટ ઝોનના હેડ ઉજાસ શર્માએ જણાવ્યું હતું કે, ડાઇકિનના ગ્રાહકો હવાની ગુણવત્તા અને આરોગ્ય પર વધુ ધ્યાન આપતા હોય છે, જેથી અમે અમારી પેટન્ટેડ સ્ટ્રીમર ડિસ્ચાર્જ ટેકનોલોજીને વાયફાય સાથે પ્રોડક્ટોને અપગ્રેડ ઓફર કરવા ઉપરાંત ૪ સ્ટાર સેગમેન્ટમાં હવે વિસ્તારી છે. અમે સ્વચ્છ અને કાર્યક્ષમ કામગીરીની ખાતરી રાખવા હવામાનમાં જળ સાથે તે જાતે સ્વચ્છ થાય તે માટે ઈનડોર યુનિટ્સ (આઈડીયુ)ને અભિમુખ બનાવવા અમારી ડ્યુ ક્લીન ટેકનોલોજી સાથે પ્રોડક્ટમાં નવીનતા લાવવાનું ચાલુ રાખીને હવામાં સારપ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા છે. ઘરો અને ઓફિસોમાં ૧૫૦ ચોરસફૂટ જગ્યા અત્યંત સામાન્ય વિસ્તાર હોવાનું ધ્યાનમાં લઈને દાઈકિન એસીની આ નવી રજૂ કરાયેલી રેન્જ પોતે જ દરેક આમ આદમીની કોમ્પેક્ટ કૂલિંગ અને વાયુ ગુણવત્તાની જરૂરતોને પૂરી કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં વ્યાપક પ્રસાર થયેલા વિદ્યુતિકરણને લઈને ડાઈકિન એસી પર્યાવરણ અનુકૂળ એર- કંડિશનિંગ ઉપલબ્ધ કરવા ગ્રાહકો માટે આદર્શ પસંદગી આપે છે. ઉપરાંત ડાઈકિન ઈન્ડિયાએ બ્રાન્ડને ગ્રાહકોની વધુ નજીક લઇ જવા માટે પ્રિન્ટ, ડિજિટલ, રેડિયો અને આઉટડોર સહિત આક્રમક ભારતવ્યાપી જાહેરાત ઝુંબેશ પર પણ ભાર આપ્યો છે.
ડાઈકિન ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કે જે જાવાએ જણાવ્યું હતું કે “ડાઇકિનમાં અમે ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટો માટે ધ્યેય ધરાવીએ છીએ, જે દરેક ભારતીયની જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. એસી હવે જરૂરત બની ગયાં હોવાથી ઊભરતી ગ્રાહકોની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે પ્રોડક્ટ ઈનોવેશન અને સ્ટાન્ડર્ડમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. ડાઈકિન એસીની નવી રેન્જ વધતી ભારતીય વસતિને ઉચ્ચ ઊર્જા ઉપભોગ ખર્ચ પર કોઈ પણ અસર કર્યા વિના જૂની અને પ્રાચીન ટેક્નિક્સને અપગ્રેડ કરવા સશક્ત બનાવે છે.”
બોક્ષ – ડાઈકિનની નવી રેન્જની વિશિષ્ટતાઓ
નવી રેન્જ ૧૫ ટકા વધુ વીજ કાર્યક્ષમ છે.
ક્લોગ મુક્ત કામગીરી માટે ડ્યુ ક્લીન ટેકનોલોજી.
હવાની ગુણવત્તા માટે સ્ટ્રીમર ડિસ્ચાર્જ ટેકનોલોજી.
મોનિટરિંગ માટે ટ્રિપલ આઈડીયુ ડિસ્પ્લે.
સુવિધાજનક વપરાશ માટે વાયફાય વિકલ્પો ઉપલબ્ધ.
ગરમ અને ઠંડી કામગીરી માટે ઓછા ખર્ચનું હીટ પંપ.
#bharatmirror #bharatmirror21 #news